મોદી સ્ટેડિયમનો ઇન્સાઇડ VIDEO:મીડિયા બોક્સથી સ્ટેડિયમનો 360 ડીગ્રી વ્યૂ જોવા મળ્યો, જુઓ ગાવસ્કરને ફાફડાનો ચસકો ક્યાંથી લાગ્યો

6 મહિનો પહેલાલેખક: પાર્થ વ્યાસ

અમદાવાદમાં ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાયેલી વન-ડે સિરીઝને રોહિત એન્ડ ટીમે 3-0થી જીતી લીધી છે. જોકે આ દરમિયાન કોવિડ પ્રોટોકોલને કારણે એકપણ દર્શકને પ્રવેશ અપાયો નહોતો. ઉલ્લેખનીય છે કે BCCIએ 50% ક્ષમતા સાથે મીડિયા અધિકારીને સ્ટેડિયમ પહોંચી પ્રેસ-બોક્સથી મેચ કવર કરવાની અનુમતિ આપી હતી. એટલું જ નહીં, આ સિરીઝ અંગે GCAના મીડિયા મેનેજર મનીષ શાહ સાથે DIVYABHASKARએ ખાસ વાતચીત પણ કરી હતી. તો ચલો, આપણે વીડિયા દ્વારા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના પ્રેસ-બોક્સની વર્ચ્યુઅલ ટૂર કરીએ....

ગેટ નં-1 પર ચુસ્ત બંદોબસ્ત
મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો. વળી, સ્ટેડિયમના એન્ટ્રી ગેટ પાસે કોઈને જવાની અનુમતિ નહોતી. અહીં દરેક મેચ પહેલાં જે મીડિયા અધિકારીના GCAએ બનાવેલી યાદીમાં નામ હોય તેમને જ સ્ટેડિયમમાં પ્રવેશ મળતો હતો. વળી, અહીં લગભગ દરેક મેચમાં ગ્રાઉન્ડની અંદર-બહાર 1 હજારથી પણ વધુ પોલીસ અધિકારી-કર્મચારી તથા ખેલાડીઓના રૂટ પર મળીને 4 હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં તહેનાત રહ્યા હતા.

મીડિયા ગેટથી મેદાનનો વ્યૂ
અહીં બંને ટીમ મેદાનમાં પહોંચી જાય ત્યાર પછીથી મીડિયા અધિકારીઓને અંદર પ્રવેશ અપાતો હતો. જ્યાં ગેટ નંબર-4થી દરેકના ટેમ્પ્રેચર ચેક થયા પછી પ્રેસ-બોક્સ સુધી જવા દેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેડિયમ વિશાળ હોવાથી અને સુનીલ ગાવસ્કર સહિત અન્ય કોમેન્ટેટર્સના બાયોબબલને જાળવી રાખવા અંદર બ્લેક બેરિકેડ્સ બનાવવામાં આવ્યાં હતાં, જેને પરિણામે ગ્રાઉન્ડ ફ્લોરથી માત્ર પ્રેસ-બોક્સ સુધીનો રસ્તો જ ઉપયોગમાં લઈ શકાતો હતો.

સ્ટેડિયમમાં મીડિયા બોક્સ સિવાયના દરેક રસ્તાને બ્લેક બેરિકેડ્સથી બંધ કરી દેવાયા હતા, જ્યાં એક-એક અધિકારી હાજર હતા.
સ્ટેડિયમમાં મીડિયા બોક્સ સિવાયના દરેક રસ્તાને બ્લેક બેરિકેડ્સથી બંધ કરી દેવાયા હતા, જ્યાં એક-એક અધિકારી હાજર હતા.
ખેલાડીના બાયોબબલને જાળવી રાખવા ચુસ્ત બંદોબસ્ત.
ખેલાડીના બાયોબબલને જાળવી રાખવા ચુસ્ત બંદોબસ્ત.

ફેન્સ વિના મેદાન સૂનું લાગ્યું, પરંતુ વિરાટની બોલબાલા રહી
વિન્ડીઝ સામેની ત્રણેય વન-ડે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો, પરંતુ ફિલ્ડિંગ દરમિયાન કોહલીના વિકેટ સેલિબ્રેશનથી લઈ એગ્રેસિવ અપ્રોચે મેચનો રોમાંચ જાળવી રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે મીડિયા બોક્સમાં ભલે અન્ય કોઈ ખેલાડીનો અવાજ ન આવે, પરંતુ વિરાટના પડઘા આખા સ્ટેડિયમમાં ગુંજતા સંભળાતા હતા.

ફેન્સ વિના મેદાન સૂનું-સૂનું લાગ્યું - ફોટો પાર્થ વ્યાસ.
ફેન્સ વિના મેદાન સૂનું-સૂનું લાગ્યું - ફોટો પાર્થ વ્યાસ.

બ્રંચમાં ફાફડાનો પ્લાન ગાવસ્કરનો
ભારત અને વિન્ડીઝની ત્રણેય મેચના ટોસ પહેલાં અહીં કોમેન્ટેટર્સ અને મીડિયા માટે બ્રંચ(બ્રેકફાસ્ટ-લંચ વચ્ચેનો નાસ્તો)ની વ્યવસ્થા કરાઈ હતી. આ દરમિયાન સુનીલ ગાવસ્કરને ખાસ ફાફડા અને કઢીનો ચસ્કો પણ અમદાવાદથી લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી દરેક વન-ડે મેચમાં બ્રંચ દરમિયાન ગાવસ્કર અને અન્ય કોમેન્ટેટરની ઈચ્છા પ્રમાણે એક-બે ગુજરાતી ડિશ રાખવામાં આવતી જ હતી.

મીડિયા બોક્સથી સ્ટેડિયમનો વ્યૂ તસવીરોમાં-

વેક્સિનેશન થયા હોય તેમને જ પ્રવેશ- મનીષ શાહ
દિવ્યભાસ્કરે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના મીડિયા મેનેજર મનીષ શાહ સાથે આ વિન્ડીઝ સિરીઝના આયોજન અંગે ચર્ચા કરી હતી. મીનષ શાહે જણાવ્યું હતું કે અહીં હાજર દરેક મીડિયા અધિકારીના નેગેટિવ રિપોર્ટથી લઈ વેક્સિનેશન સર્ટિફિકેટ પછી જ મેચ જોવા અનુમતિ અપાઈ હતી. એટલું જ નહીં, એક્રેડિટેશન ફોર્મમાં પણ આનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો. વળી, પ્રેસ-બોક્સમાં WIFI સહિત હાઈસ્પીડ ઈન્ટરનેટ તથા લેનની વ્યવસ્થા પણ કરાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિન્ડીઝ સામે રમાયેલી વન-ડે સિરીઝમાં નેશનલ અને ઈન્ટરનેશનલ જર્નલિસ્ટે હાજરી આપી હતી.

વિશ્વવિજેતા ટીમ બીજી વન-ડે મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી, જય શાહ સાથે ખાસ ચર્ચા કરી.
વિશ્વવિજેતા ટીમ બીજી વન-ડે મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી, જય શાહ સાથે ખાસ ચર્ચા કરી.

જય શાહે અંડર-19 ટીમના સન્માનનો પ્લાન બનાવ્યો
મીડિયા મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે સિનિયર ઈન્ડિયન ટીમની સાથે યુવા ચેમ્પિયન માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ. ઈન્ડિયન સિનિયર ટીમની વન-ડે સિરીઝ શરૂ થાય એ પહેલાં યશ ધુલની કેપ્ટનશિપમાં ભારતની U19 ટીમે વર્લ્ડ કપ જીત્યો હતો. જેથી જય શાહ અને BCCIની ટીમે બીજી વન-ડે મેચ દરમિયાન અંડર-19 ટીમનું અમદાવાદ ખાતે ખાસ સન્માન કરવાનો પ્લાન કર્યો હતો. એટલું જ નહીં, દરેક ખેલાડીને 40 લાખ તથા સપોર્ટ સ્ટાફને 25 લાખ રૂપિયાની રકમ ભેટ આપવાની જાહેરાત પણ કરી હતી.

ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ અવોર્ડ દરમિયાન જય શાહ (BCCI સેક્રેટરી), ધનરાજ નથવાણી(વાઈસ-પ્રેસિડેન્ટ), સમીર સિન્હા(ચેરમેન ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ), હિમાંશુ શાહ(ICB કાઉન્સિલ) હાજર રહ્યા હતા.
ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ અવોર્ડ દરમિયાન જય શાહ (BCCI સેક્રેટરી), ધનરાજ નથવાણી(વાઈસ-પ્રેસિડેન્ટ), સમીર સિન્હા(ચેરમેન ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ), હિમાંશુ શાહ(ICB કાઉન્સિલ) હાજર રહ્યા હતા.

અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાસ કરીને પર્યાવરણનું પણ વિશેષ ધ્યાન રખાયું છે. મોદી સ્ટેડિયમને ગ્રીન બિલ્ડિંગનો ફરી એકવાર અવોર્ડ મળ્યો છે. બીજી વન-ડે દરમિયાન ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગના પ્રેસિડેન્ટ સમીર સિન્હાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તથા BCCI સેક્રેટરી જય શાહ તથા GCAના વાઇસ-પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીને અવોર્ડ આપ્યો હતો.

શું છે સ્ટેડિયમની 'ગ્રીન' વિશેષતા ?

  • હરિયાળી વધારવા માટે 11 એકર જમીનમાં વૃક્ષો વાવ્યાં
  • 1 MLD કેપેસિટીની સીવેજ ટ્રીટમેન્ટ સુવિધા
  • 100 ટકા LEDની વ્યવસ્થા
  • દરવર્ષે 1.2 મિલિયન લિટર પાણી બચાવી શકે તેવી સુવિધા
  • દરરોજ 32 લાખ લિટર પાણી રેન હાર્વેસ્ટિંગ મારફત સંગ્રહી શકાય તેવી સુવિધા

અમદાવાદમાં દરરોજ ગાવસ્કરે ફાફડા-કઢીની મજા માણી, વિગતવાર માહિતી માટે ક્લિક કરો....
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અને કોમેન્ટેટર સુનીલ ગાવસ્કરે ત્રીજી વન-ડે મેચમાં ખાસ ઓર્ડર આપી ફાફડા અને કઢીનો નાસ્તો મગાવ્યો હતો. એટલું જ નહીં, સ્ટેડિયમના અધિકારી સાથે ખાસ વાતચીત કરતાં જાણવા મળ્યું કે ગાવસ્કર જ્યારે પણ ગુજરાતમાં આવે છે ત્યારે તેઓ આ ડિશની મજા જરૂર માણે છે.

અન્ય સમાચારો પણ છે...