તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • 3 Players Of England Team Corona Positive Before The One day Series Against Pakistan; The Entire Team Will Be Changed, With A Test Series Against India In August

ભારત-ઇંગ્લેન્ડ સિરીઝ સંકટમાં:પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ પહેલાં ઇંગ્લેન્ડ ટીમના 3 પ્લેયર્સ કોરોના પોઝિટિવ; આખી ટીમ બદલવામાં આવશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોચ પોલ કોલિંગવુડ સહિત આઈસોલેટ થનાર ઈંગ્લેન્ડની ટીમ. ફાઇલ ફોટો - Divya Bhaskar
કોચ પોલ કોલિંગવુડ સહિત આઈસોલેટ થનાર ઈંગ્લેન્ડની ટીમ. ફાઇલ ફોટો
  • ઈંગ્લેન્ડ ટીમના 7 સભ્યો પોઝિટિવ, જેમા 3 ખેલાડી અને 4 ટીમ મેનેજમેન્ટના સભ્યો
  • ઓગસ્ટમાં ભારત વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ રમાવાની છે

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ પર કોરોના ત્રાટકતાં સંકટનાં વાદળો ઘેરાયાં છે. ટીમના 3 ખેલાડી સહિત 7 સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. ઇંગ્લેન્ડ પોતાના ઘરઆંગણે પાકિસ્તાનની વિરુદ્ધ 3 વનડે અને 3 T-20 સિરીઝ રમવાનું છે. પહેલી મેચ 8 જુલાઇના રોજ રમાવાની છે. પાકિસ્તાન સામેની સિરીઝ બાદ ઇંગ્લેન્ડ ઓગસ્ટમાં ભારત વિરુદ્ધ 5 ટેસ્ટ મેચ પોતાના ઘરઆંગણે રમવાની છે.

પાકિસ્તાન વિરુદ્ધ પહેલી વન-ડેમાં ઇંગ્લેન્ડ પોતાની આખી નવી ટીમ ઉતારશે. આ ટીમની કેપ્ટનશિપ ઇંગ્લેંડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આપવામાં આવશે. રેગ્યુલર કેપ્ટન મોર્ગન છે, પરંતુ હજી સંક્રમિત ખેલાડીઓનાં નામમાં તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

પાકિસ્તાન વિરુદ્ધ વન-ડેમાં નવી ટીમ ઊતરશે
ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)ના અનુસાર, ચેપગ્રસ્ત ખેલાડીઓ અને સ્ટાફને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અન્ય ખેલાડીઓ અને સ્ટાફ પણ તેમના સંપર્કમાં આવ્યા છે. આવી સ્થિતિમાં તેમને 10 દિવસ માટે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. બેન સ્ટોક્સ ઈજામાંથી સાજા થયા પછી કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પાકિસ્તાન સામેની પ્રથમ વન-ડે મેચ માટે નવી પ્લેઇંગ -11 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

4 ઓગસ્ટથી ટીમ ઇન્ડિયા સામે ટેસ્ટ સિરીઝ
ભારતે ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેમના જ ઘરઆંગણે 5 ટેસ્ટની શ્રેણી રમવાની છે. પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી નોટિંગહામમાં રમાશે. 5 ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ 10 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં યોજાશે. તમામ ભારતીય ખેલાડીઓ હાલ તેમના પરિવાર સાથે ઈંગ્લેન્ડમાં ફરી રહ્યા છે. શ્રેણીના થોડા દિવસો પહેલાં તેમને પાછા બોલાવવામાં આવશે. તેમને આઇસોલેશનમાં રાખી બાયો બબલમાં પ્રવેશ કરાવવામાં આવશે.

કોચ કોલિંગવૂડ સહિત આઇસોલેશન થનારી ઇંગ્લેન્ડની ટીમ
ઓએન મોર્ગન (કેપ્ટન), મોઈન અલી, જોની બેયરસ્ટો (વિકેટકીપર), ટોમ બેન્ટન, સેમ બિલિંગ્સ (વિકેટકીપર), જોસ બટલર (વિકેટકીપર), સેમ કરન, ટોમ કરન, લિયામ ડોસન, જ્યોર્જ ગર્ટન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ , જો રુટ, જેસન રોય, ડેવિડ વિલી, ક્રિસ વોક્સ, માર્ક વૂડ.

વન-ડે સિરીઝ માટે પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપ-કપ્તાન), અબ્દુલ્લા શફીક, આગા સલમાન, ફહિમ અશરફ, ફખર ઝમાન, હૈદર અલી, હરીસ રઉફ, હારીસ સોહેલ, હસન અલી, મુહમ્મદ હસનૈન, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સરફરાઝ અહમદ (વિકેટકીપર), સૌદ શકીલ, શાહીન શાહ આફ્રિદી, સોહૈબ મકસૂદ, ઉસ્માન કાદિર.

અન્ય સમાચારો પણ છે...