IND vs WI, સિરીઝ શિડ્યૂલ:17 દિવસમાં 3 વનડે અને 5 T20 રમાશે, અમેરિકામાં પણ મેચનું આયોજન; જાણો બધુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ટીમનું શેડ્યૂલ આગામી ત્રણ મહિના સુધી ઘણું વ્યસ્ત રહેશે. ટીમ જૂનથી ઓગસ્ટ સુધી 15 T20, 6 વનડે અને એક ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ દેશોનો પ્રવાસ પણ કરશે અને દક્ષિણ આફ્રિકાની ટીમનું ભારતમાં સ્વાગત પણ કરશે.

અમેરિકામાં પણ મેચો થશે
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની 2 T-20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. આ બંને મેચ 6 અને 7 ઓગસ્ટે રમાશે. ગુરુવારે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કરશે. ત્યાં 22થી 27 જુલાઈ દરમિયાન પહેલી ત્રણ વનડે રમાશે. ત્યારપછી 29 જુલાઈથી 7 ઓગસ્ટ વચ્ચે પાંચ T20 મેચ રમાશે.

અન્ય સમાચારો પણ છે...