• Gujarati News
  • Sports
  • Cricket
  • 25% Spectators Will Get Admission In The Match Till April 15, Decision Taken After Meeting Of Maharashtra Government And BCCI

IPL- LIVE અપડેટ્સ:15 એપ્રિલ સુધીની મેચમાં 25% દર્શકોને પ્રવેશ મળશે, મહારાષ્ટ્ર સરકાર અને BCCIની મીટિંગ પછી નિર્ણય લેવાયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટેડિયમમાં જઈને IPLની મજા લેવાનું પ્લાનિંગ કરી રહેલા ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર અને BCCIએ એક મહત્વપૂર્ણ બેઠકમાં 15 એપ્રિલ સુધી યોજાનારી મેચોમાં 25% દર્શકોને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. તો બીજી બાજુ 15 એપ્રિલ પછી યોજાનારી મેચો અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે IPL 26 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં મુંબઈ અને પૂણેના ચાર સ્ટેડિયમમાં 70 લીગ મેચો રમાશે.

દીપક ચાહર શરૂઆતની મેચોમાંથી બહાર
IPLની શરૂઆતની મેચોમાં નહીં રમે. IPL લીગ મેચ 26 માર્ચથી મુંબઈ અને પુણેમાં રમાશે. દીપક ચાહરને IPL મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. દીપક ચાહર ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20i સિરીઝમાં ઈજાગ્રસ્ત થયો હતો.

ત્રીજી T20માં તેના ક્વાડ્રિસેપ સ્નાયુમાં ઈજા થઈ હતી. આ કારણે તે શ્રીલંકા સામેની T20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. દીપકનું બહાર નીકળવું એ ચેન્નઈ માટે મોટો ફટકો સમાન છે કારણ કે દીપક અદ્ભુત બોલિંગ તેમજ લોઅર ઓર્ડરમાં સારી બેટિંગ કરી ટીમ કોમ્બિનેશનને મજબૂત કરે છે.

IPLની તમામ ટીમ 8 માર્ચ સુધીમાં મુંબઈ પહોંચશે
IPL 2022 માટે, તમામ 10 ટીમો 8 માર્ચ સુધીમાં મુંબઈ પહોંચી જશે અને 14 કે 15 માર્ચથી તમામ તાલીમ શરૂ કરશે. BCCIના એક અધિકારીએ ANI સાથે વાત કરતા આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે તમામ 10 ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો 8 માર્ચ સુધીમાં મુંબઈ પહોંચી શકે છે, જ્યાં તેઓએ 3થી 4 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે અને ત્યારપછી દરેકના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

ટીમો મુંબઈમાં પાંચ સ્થળોએ પ્રેક્ટિસ કરશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રેક્ટિસ માટે મુંબઈમાં 5 સ્થળોનું આયોજન કર્યું છે. તેમાં બાંદ્રા-કુર્લામાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાનું બ્રેબોર્ન સ્ટેડિયમ, ડીવાય પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈમાં રિલાયન્સ કોર્પોરેટનું મેદાન અને થાણેમાં એમસીએ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે. આ વખતે લીગમાં 12 ડબલ હેડર હોઈ શકે છે. જોકે IPLના સંપૂર્ણ શિડ્યુલની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...