નવું સોપાન:10 શહેરોના 25 દિવ્યાંગ ક્રિકેટર્સની પસંદગી કરાઈ, હવે પ્રોફેશનલ ટૂર્નામેન્ટનું આયોજન માટે તૈયારી કરાશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્યાંગ બોલર્સની શોધમાં દેશના 10 શહેરોમાં ટ્રાયલ યોજવામા આવી હતી. જેમાં 1200 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં 25 ઝડપી અને સ્પિન બોલર્સની પસંદગી કરવામા આવી. આ ખેલાડીઓને તાલિમ આપવામા આવશે અને સાથે તેમને પ્રોફેશનલ ટૂર્નામેન્ટ માટે પણ તૈયાર કરાશે.

ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટના ફાઉન્ડર રાજીવ મિશ્રાએ જણાવ્યું કે, ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં નોયડાથી તેની ટ્રાયલ શરૂ કરવામા આવી હતી. જે પછી રાંચી,કાનપુર, વારાણસી, લખનૌ, ભિલાઈ, મુંબઈ, હૈદરાબાદ સહિત 10 શહેરોમાં ટ્રાયલ યોજાઈ હતી.

જેમાં 1200 દિવ્યાંગ ખેલાડી સામેલ થયા હતા. આ 25 ખેલાડીઓને કેમ્પ માટે સિલેક્ટ કરવામા આવ્યા છે, જેમને દિગ્ગજ ઝડપી અને સ્પિન બોલર્સ પાસે તાલિમ અપાવવામાં આવશે.

26 નવેમ્બરે યોજાશે હરાજી, દરેક ખેલાડીને મળશે સેલેરી
આઈપીએલની થીમ પર દિવ્યાંગ ખેલાડીઓ માટે ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટની ગત વર્ષે શરૂઆત કરવામા આવી હતી. બીજી સિઝનનો આગામી વર્ષે 18 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. આ માટે 26 નવેમ્બરે 8 ટીમ માટે ખેલાડીઓની હરાજી થશે. 400 ખેલાડીઓને ડાયમંડ, સિલ્વર અને પ્લેટિનમ કેટેગરીમાં વહેંચવામા આવ્યા છે.

પસંદ કરાયેલા ખેલાડીઓ માટે કેમ્પનું આયોજન કરાશે
પસંદગી પામેલા દિવ્યાંગ ખેલાડીઓ માટે 15 નવેમ્બર બાદ કેમ્પ લગાવવામાં આવશે. તાલિમ આપનાર કોચના નામ અંગે વિચાર કરવામા આવી રહ્યો છે. 1-2 દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામા આવશે. જે પછી કેમ્પ શરૂ થશે. કેમ્પમાં બોલર્સને રનઅપ, રનિંગ, ટેક્નિક ઉપરાંત અન્ય બેઝિક બાબતોની તાલિમ અપાશે.

અન્ય સમાચારો પણ છે...