તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું BCCI માટે કોરોના એક બહાનું છે?:ભારતમાં T-20 વર્લ્ડ કપ રમાયો હોત તો રૂ.200થી 900 કરોડ સુધીનો ટેક્સ ચૂકવવો પડ્યો હોત, UAEમાં આયોજનથી ફાયદો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IPLના કારણે બ્રોડકાસ્ટર્સની કમાણી પર પણ વધુ પ્રભાવ નહીં પડે

BCCIએ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર વર્લ્ડ કપને ભારતના સ્થાને UAEમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કહ્યું કે કોરોના મહામારીના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે, વિવિધ પાસાઓનો અભ્યાસ કરીએ ત્યારે જાણ થાય છે કે કોરોના મહામારી જ એકલું કારણ નથી. વર્લ્ડ કપ સામે આયોજન અંગે ભારત સરકાર દ્વારા જે ટેક્સ લગાવાય છે તેનાથી બચવાનો પણ આ એક માર્ગ હોઈ શકે છે.

ટેક્સ માફી અંગે સરકાર સાથે વાતચીત નહોતી થઈ
ક્રિકેટ બોર્ડના કેટલાક અધિકારીઓ ધીમા સ્વરે આ વાત સ્વીકારી ચૂક્યા છે કે તે સરકાર સાથે વર્લ્ડ કપ આયોજનને ટેક્સ ફ્રી કરવાની માગ કરી હતી. જોકે ભારત સરકારે આ અંગે કોઈપણ પ્રતિક્રિયા આપી નહતી. અનુમાન લગાવાઈ રહ્યું છે કે વર્લ્ડ કપથી જે ધનરાશિ પ્રાપ્ત થાય છે એના પર બોર્ડે 46% ટેક્સ ચૂકવવો પડે છે. આ ધનરાશિ લગભગ રૂ.900 કરોડની છે. જો સરકાર દ્વારા છૂટ અપાઈ હોત તો પણ ટેક્સના રૂપે બોર્ડને ઓછામાં ઓછા રૂ. 200 કરોડ ચૂકવવા પડ્યા હોત.

ICCએ છેલ્લા આયોજનના 176 કરોડ રૂપિયા રોક્યા હતા
ભારતીય ક્રિકેટ બોર્ડે જો ભારતમાં વર્લ્ડ કપની મેચનું આયોજન કર્યું હોત તો રાજ્યના સંઘોને દરેક મેચની આશરે 1 કરોડ રૂપિયાની ફી ચૂકવવી પડી હોત. જો આ એન્ગલથી જોઈએ તો 45 મેચના 45 કરોડ રૂપિયા આપવા પડ્યા હોત. બોર્ડે IPL 2020ની આખી સીઝન UAEમાં યોજવા માટે ત્યાંના બોર્ડને 100 કરોડ રૂપિયા આપ્યા હતા.

અનુમાન લગાવાઈ રહ્યું છે કે વર્લ્ડ કપ માટે 80થી 90 કરોડ રૂપિયા અપાઈ શકે છે. આ એન્ગલથી જો અભ્યાસ કરીએ તો BCCIને ભારતની તુલનામાં બમણી રકમ ખર્ચ કરવી પડશે. પરંતુ જો ટેક્સના એન્ગલથી જોઇએ તો 200 કરોડ રૂપિયાની બચત થાય છે તો પણ 110થી 120 કરોડ રૂપિયા વધુ કમાણી કરી શકે છે.

બ્રોડકાસ્ટર્સની કમાણીમાં પણ વધુ પ્રભાવ નહીં
સ્ટાર ઈન્ડિયા વર્લ્ડ કપનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. IPL માટે પહેલાથી જ તેણે પોતાના લૉજિસ્ટિક્સને UAEમાં સેટ કરીને રાખ્યા છે. તેથી જો વર્લ્ડ કપ ત્યાં યોજાશે તો પણ કમાણીમાં ખાસ ફેરફાર જોવા મળશે નહીં. મેચ UAEમાં રમાય કે પછી ભારતમાં, સ્ટાર ઈન્ડિયાને એડ સ્લોટ્સથી એક સરખું વેતન મળશે. સ્ટાર ઈન્ડિયાએ ઈંગ્લેન્ડમાં આયોજિત વર્લ્ડ કપથી લગભગ 1800 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સમયે પણ આની આસપાસ કમાણી કરી શકે છે.

બોર્ડને લાભ, દેશને નુકસાન
વર્લ્ડ કપ UAE શિફ્ટ થવાથી BCCIની સેવિંગ્સ થશે પરંતુ આનાથી ભારતને નુકસાન પહોંચી શકે છે. ICCએ સત્તાવાર જાહેરાત કરી હતી કે ઈંગ્લેન્ડમાં 2019 વર્લ્ડ કપનું આયોજન કર્યા પછી લગભગ ત્યાંની અર્થવ્યવસ્થાને રૂ. 3600 કરોડની સહાયતા મળી હતી. કોરોનાના કારણે ભલે ભારતની અર્થવ્યવસ્થાને આટલો ફાયદો ના થયો હોત, પરંતુ તેમ છતાં તેને રૂ. 2500થી 3000 કરોડનું બૂસ્ટ મળતા અટકી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...