તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્ટ ઈન્ડિઝ vs પાકિસ્તાન T-20:10 મિનિટમાં વેસ્ટ ઈન્ડિઝની 2 મહિલા ક્રિકેટર મેદાન પર બેભાન થઈ પડી ગઈ, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

એંટિગાએક મહિનો પહેલા
ફિલ્ડિંગ સમયે ચોથી ઓવરમાં ઝડપી બોલર ચિનેલે હેનરી બેભાન થઈ પડી ગઈ હતી. તેને તાત્કાલિક મેદાન બહાર લઈ જવામાં આવી હતી

મહિલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે એન્ટિગામાં રમાઈ રહેલી બીજી T-20માં બે ખેલાડી બેભાન થઈ પડી ગયા હતા. બન્ને મહિલા ખેલાડી 10 મિનિટમાં એક પછી એક બેભાન થઈ ગઈ હતી. બન્નેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે બન્નેના આરોગ્યની સ્થિતિ સારી છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જોકે, બન્ને ખેલાડી બેભાન થઈ ગયા તેની પાછળ કયા કારણ જવાબદાર હતા તે જાણી શકાયું નથી. આ સાથે એવું માનવામાં આવે છે કે ખૂબ જ ગરમીને લીધે આ ઘટના બની હોય તેવું માનવામાં આવે છે.

આ ઘટના પાકિસ્તાનની ઈનિંગ સમયે બની હતી. મહેમાન ટીમ ટાર્ગેટનો પીછો કરી રહી હતી. ફિલ્ડિંગ સમયે ચોથી ઓવરમાં ઝડપી બોલર ચિનેલે હેનરી બેભાન થઈ પડી ગઈ હતી. તેને તાત્કાલિક મેદાન બહાર લઈ જવામાં આવી હતી. થોડી વાર બાદ બેટ્સમેન ચેડિયન નેશન સાથે પણ આ પ્રકારની ઘટના બની હતી. ત્યારબાદ બન્નેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

વેસ્ટ ઈન્ડિઝે ડકવર્થ લુઈસ નિયમથી મેચમાં જીત મેળવી
મેચમાં વેસ્ટઈન્ડિઝે બે સબ્સટિટ્યુટ લીધા હતા અને રમત આગળ વધી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે આ મેચને યજમાન વિન્ડીઝ ટીમે ડકવર્થ લુઈસ નિયમથી 7 રનથી જીતી લીધી હતી. મેચમાં વેસ્ટઈન્ડિઝે ટોચ જીતી પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવી 125 રન બનાવ્યા હતા. વરસાદના વિઘ્ન બચ્ચે પાકિસ્તાન મહિલા ટીમને 18 ઓવરમાં 111 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ટીમે 18 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 103 રન બનાવી શકી હતી.

પૂરી જાણકારી આવે તેની રાહ જોવામાં આવે છેઃ કર્ટની વોલ્શ
વેસ્ટઈન્ડિઝ ટીમના હેડ કોચ કર્ટની વોલ્શે કહ્યું છે કે અત્યારે અમે સંપૂર્ણ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. આ ઘટના કેવી રીતે અને શા માટે સર્જાઈ તે અંગે જાણકારી મળ્યા બાદ જ કંઈક કહી શકાશે.બીજી બાજુ, પાકિસ્તાન મહિલા ટીમની કેપ્ટન જાવેરિયા ખાને વિન્ડિઝ ટીમના જુસ્સાની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે આ ઘટના બાદ પણ મેચ યથાવત રહી અને યજમાન ટીમે જીત હાંસલ કરી.