હાર્દિક પંડ્યાનો ખરાબ 'સમય':મુંબઈ એરપોર્ટ પર મોંઘી ઘડિયાળ જપ્ત કરાયાના અહેવાલ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું- ઘડિયાળની કિંમત પાંચ કરોડ નહીં, દોઢ કરોડ છે

મુંબઈ21 દિવસ પહેલા
હાર્દિક પંડ્યાને મોંઘી ઘડિયાળનો શોખ છે. થોડા દિવસ પહેલાં જ તેણે સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કર્યો હતો.
  • હાર્દિક પંડ્યા દૂબઈથી મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયો હતો
  • મીડિયા અહેવાલમાં પાંચ કરોડની બે ઘડિયાળ હોવાની વાત હતી

T20 વર્લ્ડ કપ રમીને હાર્દિક પંડ્યા દુબઈથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન મોંઘી ઘડિયાળને કારણે તે મુશ્કેલીમાં મુકાયો હતો. કસ્ટમ વિભાગે મુંબઈ એરપોર્ટ પર મોંઘી ઘડિયાળ અંગે પૂછપરછ કરી હતી. સંતોષકારક જવાબો ન મળતાં તેની સામે કાર્યવાહી થઈ હતી.

મીડિયાના અહેવાલોમાં એવી વાત વહેતી થઈ હતી કે ક્રિકેટર હાર્દિક પંડ્યાની રૂ. પાંચ કરોડની બે ઘડિયાળને કસ્ટમ વિભાગે જપ્ત કરી લીધી છે. તેની પાસે આ બંને ઘડિયાળના ઈન્વોઈસ નહોતાં. એટલું જ નહીં, તેણે આ બંને લક્ઝુરિયસ વૉચ ડિક્લેર પણ કરી નહોતી. આ અહેવાલો બાદ હાર્દિક પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા પર ખુલાસો કરતો પત્ર શેર કર્યો છે, જેમાં કહ્યું હતું કે હું કાયદાનું પાલન કરનારી વ્યક્તિ છું અને સરકારી એજન્સીઓને તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને બાકી ટેક્સ ભરવા હું તૈયાર છું. ઘડિયાળની કિંમતને લઈને સોશિયલ મીડિયા પર જે પાંચ કરોડની વાત કરાઈ રહી છે એ ખોટી છે, ઘડિયાળની કિંમત દોઢ કરોડ છે.

નોંધનીય છે કે હાર્દિક પંડ્યા યુએઈથી ભારત પરત ફરી રહ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેની તપાસ કરી હતી. આ દરમિયાન મોંઘી ઘડિયાળ મળી આવી હતી.

IPL 2021 દરમિયાન પણ હાર્દિક પંડ્યાએ Phillippe Nautilus Platinum 5711 ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત પાંચ કરોડ છે.
IPL 2021 દરમિયાન પણ હાર્દિક પંડ્યાએ Phillippe Nautilus Platinum 5711 ઘડિયાળ પહેરી હતી, જેની કિંમત પાંચ કરોડ છે.

હાલમાં સમગ્ર ICC ટી-20માં હાર્દિક પંડ્યા ફ્લોપ સાબિત થયો છે. એક ઑલરાઉન્ડર તરીકે તેની પાસે ટીમને સારા દેખાવની આશા હતી, પરંતુ ટી-20 વર્લ્ડ કપની ત્રણ ઈનિંગમાં તે માંડ 69 રન કરી શક્યો છે.

આ પહેલાં હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા પણ ઘડિયાળને લઈને ફસાયો હતો. કસ્ટમ વિભાગે તેને પણ જપ્ત કરી લીધી હતી.

વર્ષ 2019માં હાર્દિક પંડ્યાએ હોસ્પિટલના બેડ પરથી એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે ઘડિયાળ પહેરી હતી. આના પરથી અંદાજ લગાવી શકાય તેને ઘડિયાળ કેટલી પ્રિય છે.
વર્ષ 2019માં હાર્દિક પંડ્યાએ હોસ્પિટલના બેડ પરથી એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે ઘડિયાળ પહેરી હતી. આના પરથી અંદાજ લગાવી શકાય તેને ઘડિયાળ કેટલી પ્રિય છે.
અન્ય સમાચારો પણ છે...