તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RRનો માસ્ટર સ્ટ્રોક:રાજસ્થાન રોયલ્સમાં 2 મહત્ત્વપૂર્ણ ફેરફાર, UAEમાં સ્ટોક્સ-બટલરની જગ્યા લેશે કેરેબિયન ધુરંધરો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ ફોટો - Divya Bhaskar
ફાઇલ ફોટો
  • બેન સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્ય તથા ઈન્જરીના કારણે બ્રેક લીધો
  • જોસ બટલરની પત્ની ગર્ભવતી હોવાથી તેણે ઈન્ટરનેશનલ મેચ તથા IPL-14ના ફેઝ-2માંથી બ્રેક લીધો

ઈન્ડિયન પ્રીમિયર લીગને ગણતરીના દિવસો બાકી રહેતા દરેક ટીમ પોતાની બેસ્ટ પ્લેઇંગ-11ની પસંદગી મુદ્દે કાર્ય કરી રહી છે. તેવામાં રાજસ્થાન રોયલ્સે 2 રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જોસ બટલર અને બેન સ્ટોક્સે આ સીઝનમાંથી બ્રેક લીધો હોવાથી તેમના સ્થાને RRની ટીમે 2 કેરેબિયન પ્લેયર્સને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. IPL-14નો ફેઝ-1 કોરોનાને કારણે સ્થગિત થતા તેનો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે.

ઇંગ્લિશ પ્લેયર્સની જગ્યા લેશે કેરેબિયન ધુરંધરો
રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે જોસ બટલર અને બેન સ્ટોક્સની ગેરહાજરીમાં 2 કેરેબિયન પ્લેયર્સને ટીમમાં સામેલ કર્યા છે. જેમાંથી એક વેસ્ટ ઇન્ડિઝ ટીમનો આક્રમક ઓપનિંગ બેટ્સમેન ઈવિન લુઇસ છે જ્યારે બીજો કેરેબિયન ફાસ્ટ બોલર ઓશેન થોમસ છે. આ બંને ખેલાડી પાસે IPLમાં રમવાનો સારો એવો અનુભવ છે. લુઈસે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં રહ્યો હતો, જ્યારે થોમસ 2019માં રાજસ્થાન રોયલ્સની ટીમમાં હતો. તેવામાં લુઈસ બટલરના સ્થાને લુઈસ અને સ્ટોક્સના સ્થાને થોમસની પસંદગી કરાઈ છે.

જોસ બટલર અને બેન સ્ટોક્સે IPL-14માંથી બ્રેક લીધો
જોસ બટલર અને બેન સ્ટોક્સે IPL-14માંથી બ્રેક લીધો

બેન સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્ય તથા ઈન્જરીના કારણે બ્રેક લીધો
ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ IPL ફેઝ-2માં RRની ટીમ સાથે ન જોડાવાનો નિર્ણય કર્યો છે. સ્ટોક્સે ગત મહિને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી અનિશ્ચિતકાળ સુધી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. 30 વર્ષીય સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યને પ્રધાન્ય આપવાના કારણનો ઉલ્લેખ કરીને બ્રેક લીધોછે.

જોસ બટલરે અંગત કારણોસર બ્રેક લીધો
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરની પત્ની ગર્ભવતી હોવાથી તેણે IPL-14ના ફેઝ-2માંથી બ્રેક લીધો છે. તે પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માગે છે, જેના કારણે તેણે ઈન્ડિયા ટૂર ઓફ ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટમાંથી પણ પોતાનું નામ પરત ખેંચી લીધું છે.

19 સપ્ટેમ્બરથી ફેઝ-2 શરૂ
19 સપ્ટેમ્બરથી ફેઝ-2 શરૂ

IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતાં સ્થગિત, ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો, જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમાં RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સીઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.

IPL 2022માં BCCI બે નવી ટીમને સામેલ કરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2022 સીઝનથી 2 નવી ટીમોનો સમાવેશ કરાશે. આ ટીમ માટે લીગની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં ટીમની બેઝ પ્રાઈસ 2 હજાર કરોડ રૂપિયા રાખવમાં આવી છે. તેવામાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે બિડ બેઝ પ્રાઇસથી અનેક ગણી ઉપર જવાની ધારણા છે.

ઓછામાં ઓછું 2188 કરોડનું બજેટ જરૂરી
IPL ટેન્ડર અનુસાર નવી ટીમની હરાજીમાં તે જ પાર્ટી ભાગ લઈ શકે છે જે ઓછામાં ઓછા 30 કરોડ ડોલર (2188 કરોડ રૂપિયા)નું બેજટ નક્કી કરે. જેમાં બેઝ પ્રાઇસની સાથે સ્ટાર્ટિંગ ફી પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...