• Gujarati News
  • Sports
  • Cricket
  • 19 Players, Not 15, Will Get A Place In The Squad For The Australia South Africa Series; Due To Which We Get A Good Combination For The T20 World Cup

એશિયા કપ પછી ટીમ ઈન્ડિયામાં એક્સપરિમેન્ટ:ઓસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા સિરીઝમાં 15 નહિ, 19 પ્લેયર્સને ટીમમાં સ્થાન મળશે; જેથી T20 વર્લ્ડ કપ માટે સારું કોમ્બિનેશન મળે

17 દિવસ પહેલા

એશિયા કપમાં હાર મળ્યા પછી BCCIએ ટીમ ઈન્ડિયા મોટા એક્સપરિમેન્ટ કરવા જઈ રહી છે. આનું કારણ 16 ઓક્ટોબરથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ છે. બોર્ડ આ વર્લ્ડ કપ માટે ટીમમાં બેસ્ટ કોમ્બિનેશન સિલેક્ટ કરવા માગે છે. ત્યારે જાણી લઈએ કે આ એક્સપરિમેન્ટ છે શું? ભાસ્કરને BCCIના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમમાં બદલાવ થશે. આ બન્ને સિરીઝ માટે 15 પ્લેયર નહિ, પરંતુ 19 પ્લેયર્સની સ્ક્વોડ હશે.

20 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર વચ્ચે રમાશે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સામે સિરીઝ
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ 20 સપ્ટેમ્બર-25 સપ્ટેમ્બર સુધી રમાશે. આ પછી 28 સપ્ટેમ્બરે સાઉથ આફ્રિકા સામેની T20ની સિરીઝ રમાવવાની છે. આ પછી 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધીમાં 3 વન-ડે મેચની સિરીઝ રમાશે.

આ એક્સપરિમેન્ટ કરવાનાં 3 કારણ છે...

1. એશિયા કપમાં હાર મળ્યા પછી ટીમ મેનેજમેન્ટને લાગે છે કે ટીમને હજુ પણ વર્લ્ડ કપ માટે પર્ફેક્ટ કોમ્બિનેશન મળ્યું નથી.

2. એશિયા કપમાં જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની ગેરહાજરીમાં ટીમની પેસ એટેક નબળી પડી ગઈ હતી. આવેશ ખાનેને ટૂર્નામેન્ટ દરમિયાન તાવ આવવાથી વધુ નબળી પડી ગઈ હતી. ટીમને સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

3. ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેમના પર્ફેક્ટ કોમ્બિનેશનની શોધ પૂરી થઈ જશે.

આ ચાર ચહેરા સામેલ થઈ શકે છે...
દીપક ચહર અને અર્શદીપ સિંહ

  • બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ રહી છે. તેવામાં એશિયા કપની ટીમમાં સામેલ થનારા આવેશ ખાન, દીપક ચહર અને અર્શદીપ સિંહમાંથી કોઈ પ્લયરને બહાર થવું પડી શકે છે. બુમરાહની વાપસી પછી અને હર્ષલ પટેલની સાથે કોણ હશે એનો નિર્ણય હજુ સુધી ટીમ કરી શકી નથી, એટલે બોર્ડ દીપક ચહર અને અર્શદીપને ચાન્સ આપી શકે છે.
  • અર્શદીપ સિંહે એશિયા કપમાં શાનદાર બોલિંગ કરી હતી. અર્શદીપે ડેથ ઓવર્સમાં પણ જોરદાર બોલિંગ કરી હતી. દીપક ચહર પાસે સ્વિંગ છે અને સાથે તે નીચલા ક્રમે બેટિંગ પણ કરી શકે છે.

દીપક હુડ્ડા
બેટિંગ લાઈન-અપમાં અત્યારસુધી નંબર-4 પર કોને રમાડવાનો છે એ ટીમ મેનેજમેન્ટ હાલ સુધી નક્કી કરી શકી નથી. દીપક હુડ્ડાને પણ ખૂબ જ ઓછા ચાન્સ મળ્યા છે. દીપકનો પ્લસ પોઇન્ટ એ કે તે સ્પિનર પણ છે. સૂર્યકુમારની ટીમમાં જગ્યા નક્કી છે, પરંતુ તે કયા નંબરે રમશે એ પણ નક્કી નથી.

રવિ બિશ્નોઈ
રવીન્દ્ર જાડેજાને ઈજા પહોંચી છે. તેના ઓપરેશન પછી તેનું વર્લ્ડ કપમાંથી બહાર થવું નક્કી છે. તેનું રિપ્લેસમેન્ટ પણ નક્કી થયું નથી. મેનેજમેન્ટ અક્ષર પટેલ અથવા રવિ બિશ્નોઈને અજમાવી શકે છે. એશિયા કપમાં રવિ બિશ્નોઈએ સારી બોલિંગ કરી હતી અને વિકેટ પણ લીધી હતી. જોકે તેને વધુ ચાન્સ મળ્યા નહોતા. તો અક્ષર પટેલ બોલિંગ સાથે બેટિંગ કરે છે.

શું હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની 19 પ્લેયર્સની સ્ક્વોડ

1. રોહિત શર્મા (કેપ્ટન)

2. કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન)

3. વિરાટ કોહલી

4. સૂર્યકુમાર યાદવ

5. રિષભ પંત (વિકેટકીપર)

6. દીપક હુડ્ડા

7. દિનેશ કાર્તિક (વિકેટકીપર)

8. હાર્દિક પંડ્યા

9. જસપ્રીત બુમરાહ

10. હર્ષલ પટેલ

11. આર.અશ્વિન

12. યુઝવેન્દ્ર ચહલ

13. રવિ બિશ્નોઈ

14. ભુવનેશ્વર કુમાર

15. અર્શદીપ સિંહ

16. આવેશ ખાન

17. અક્ષર પટેલ

18. દીપક ચહર

19. મોહમ્મદ શમી

ટીમ ઈન્ડિયાનો 11 વર્ષમાં સૌથી ખરાબ સમય

સમગ્ર વિશ્વમાં નંબર વન બનવા માટે ક્રિકેટ ટીમને શું જરૂરી છે - સારા પસંદગીકારો, સારા ખેલાડીઓ, શાનદાર સપોર્ટિંગ સ્ટાફ અને એક એવો કેપ્ટન જે દરેકને સાથે લઈને ચાલે. ટીમ ઈન્ડિયા પાસે આ બધું છે, પરંતુ ભારતીય ટીમ છેલ્લાં 11 વર્ષના સૌથી ખરાબ સમયમાં દેખાય છે

એશિયા કપમાં બેટિંગ સુધરી, બોલર્સે નિરાશ કર્યા

ભારતીય ટીમ પાસેથી એશિયા કપના ફાઈનલમાં પહોંચવાની આશા હતી, પરંતુ એવું થયું નહિ. ટીમ બધી જ મેચમાં ટૉસ હારી હતી. દુબઈમાં ટૉસનું ફેક્ટર બહુ મોટું છે. દર વખતે ટીમે પહેલી બેટિંગ કરવી પડતી હતી. ટીમ ઈન્ડિયાએ ટૉસ અફઘાનિસ્તાન સામેની ઔપચારિક મેચમાં જીત્યો હતો. જોકે ટીમમાં અમુક એવા એરિયા છે કે જેના પર મેનેજમેન્ટે કામ કરવાની જરૂર છે.

ગાંગુલીએ કોહલીને પોતાના કરતાં સારો પ્લેયર ગણાવ્યો

BCCIના અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને પોતાના કરતાં પણ સારો પ્લેયર ગણાવ્યો હતો. ગાંગુલીએ અફઘાનિસ્તાન સામેની મેચ પછી કહ્યું હતું કે 'વિરાટમાં મારા કરતાં પણ સારી બેટિંગ સ્કિલ્સ છે. કોહલી મારા કરતાં પણ સારો પ્લેયર છે. અમે બન્ને અલગ-અલગ સમયે ક્રિકેટ રમ્યા છીએ. વિરાટ હાલ કમી રહ્યો છે અને તે ક્રિકેટમાં મારા કરતાં સારો પ્લેયર છે.'