• Gujarati News
  • Sports
  • Cricket
  • 16 Crore Rupees Will Be Received From Delhi Capitals And 6 Crore Rupees Will Be Given To BCCI From The Central Contract.

IPLમાંથી બહાર થવાથી પણ પંતને નુકસાન નહીં:દિલ્હી કેપિટલ્સમાંથી મળશે 16 કરોડ રૂપિયા અને સેન્ટ્રલ કોન્ટ્રેક્ટથી 6 કરોડ રૂપિયા BCCI આપશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ટીમના વિકેટકીપર બેટર ઋષભ પંતની સર્જરી થઇ ચૂકી છે. એક્સપર્ટ અનુસાર તેમને રમતમાં પાછા ફરતા 6થી 9 મહિના લાગી શકે છે, એટલે કે તે IPLની આ વર્ષની સિઝનમાં રમતા જોવા નહીં મળે. તેમ છતાં પણ તેને પૂરી સેલરી મળશે. દિલ્હી કેપિટલ્સે પંતને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો અને તેમને IPLમાં ન રમવા છતાં પણ પૂરી રકમ મળશે, જોકે આ રકમ ફેંચાઇઝી નહીં પણ પરંતુ BCCI આપશે.

BCCI પંતને કેમ કરશે IPLની કરમની ચૂકવણી
હકીકતમાં પંતને BCCIની સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ લિસ્ટ એ માં રાખવામાં આવ્યો છે. આ લિસ્ટના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા મળે છે. BCCI આ રકમની સાથે જ તેમને IPL ટીમ દિલ્હી કેપિટલ્સથી મળનારી સેલરીને ન રમવા છતાં ચૂકવશે, કારણ કે BCCI સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાં સામેલ બધા ખેલાડીઓનો વીમો કરાવે છે. BCCI નિયમો અનુસાર ઇન્જરીને કારણે IPLમાંથી બહાર થવાની સ્થિતિમાં આ ખેલાડીઓને IPLની ટીન નહીં બલકે બોર્ડની તરફથી પૂરી ચૂકવણી કરવામાં આવે છે. બોર્ડને વીમા કંપની ચૂકવો છે.

દીપક ચહરને મળી ચૂક્યું છે ચૂકવણું
મીડિયા રિપોર્ટ અનુસાર દીપક ચહરને IPLમાં ન રમવા છતાં પણ 2022માં BCCIએ IPLની તરફથી મળનારી રકમ રકમનું ચૂકવણું કર્યું. દીપક ચહર IPL2022માં ચેન્નઇ સુપર કિંગ ટીમના સદસ્ય હતા. તેમને ચેન્નઇએ 14 કરોડમાં ખરીદેલો હતો. પરંતુ IPL શરૂ થતાં પહેલાં તેને ઇજા થઇ હતી.

IPL ટીમ તરફથી ખેલાડીને ચૂકવણી ક્યારે કરશે છે?
IPL ટીમની સિઝન શરૂ થતાંની પહેલાં કેમ્પમાં સામેલ થવા પર ખેલાડીઓને તેમના કોન્ટ્રેક્ટના 50 ટકા રકમની ચૂકવણી કરે છે. અડધી મેચો રમ્યા પછી બાકીની રકમના 30 ટકા તેમને આપવા પડે છે. બાકીના 20 ટકાનું ચૂકવણું મેચ પૂરી થતાં અથવા તેની પહેલાં IPL ટીમ ખેલાડી મ્યુચુઅલ અંડરસ્ટેડિંગના આધારે આપી દે છે.

મુંબઇમાં ઋષભ પંતના ઘૂંટણની થઇ ચૂકી છે સર્જરી
કાર એક્સિડેન્ટમાં ઇજાગ્રસ્ત થયેલા ઋષભ પંતના ઘૂંટણના લિગામેન્ટની સફલ સર્જરી ગયા વીકે શુક્રવારે થઇ ગઇ. તે અત્યારે ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. પંતની સારવાર મુંબઇની કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે. પંતનું ઓપરેશન હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન એન્ડ ઓર્થોસ્કોપી હેડ ડોક્ટર દિનશો પારદીવાલાએ કર્યું. ઓપરેશન 3 કલાક ચાલ્યું. ગયા વીકમાં બુધવારે પંતને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો હતો.

7 મોટી ટુર્નામેન્ટ મિસ કરી શકે છે
એક્સિડેન્ટમાં પંતના માથામાં, ઘૂંટણ અને ઘૂંટી પર ઇજાઓ થઇ હતી. તેના ઘૂંટણના 3 લિગામેન્ટ ફાટી જવાની વાત સામે આવી હતી. એવામાં તેની રિકવરીમાં સમય લાગી શકે છે. BCCIના એક અધિકારીએ બતાવ્યું કે પંત વર્લ્ડ કપ સહિત 7 મોટી ટુર્નામેન્ટ મિસ કરી શકે છે. તેમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ઘરેલુ સિરીઝ, માર્ચ-એપ્રિલમાં આસ્ટ્રેલિયાની વિરુદ્ધ ઘરેલુ સિરીઝ, એપ્રિલ-મેમાં IPL, જૂનમાં ટેસ્ટ ચેમ્પિયનશિપ (ભારત ફાઇનલ માટે ક્વોલિફાઇ કરે છે તો), જુલાઇમાં વેસ્ટઇન્ડિઝ પ્રવાસ સિવાય સપ્ટેમ્બરમાં એશિયા કપ અને વનડે વર્લ્ડ કપમાં સામેલ છે. તે IPLમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે. તેમની જગાએ ઓસ્ટ્રેલિયાના વોર્નર કમાન સંભાળી શકે છે.

ઘરે જતા સમયે 30 ડિસેમ્બરે થયો હતો એક્સિડેન્ટ
30 ડિસેમ્બરે પંતની કાર એક દિર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. તેઓ દિલ્હીથી દહેરાદૂન તેમની માતાને મળવા જઇ રહ્યા હતા. તેમની મર્સિડીઝ બેકાબૂ થઇને ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઇ અને પલટી ગઇ. એક્સિડેન્ટ પછી પંતને સળગતી કારમાંથી બારી તોડીને બહાર નીકળ્યા. લોકો બચાવવા પહોંચ્યા તો તેઓ બોલ્યા- હું ઋષભ પંત છું. તેમને માથામાં, પીઠ પર અને પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. પોલીસ અનુસાર ઝોકું આવવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી.

ઋષભ પંતને એરલિફ્ટ કરી મુંબઇ લાવવામાં આવ્યા
સડક દુર્ઘટનામાં ઘાયલ ક્રિકેટર ઋષભ પંતને આજે દેહરાદૂનથી એરલિફ્ટ કરી મુંબઇ લાવવામાં આવ્યા. અહીં કોકિલાબેન હોસ્પિટલમાં તેમની આગળની સારવાર થશે. BCCIએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હોસ્પિટલમાં સ્પોર્ટ્સ મેડિસિન એન્ડ ઓર્થોસ્કોપી હેડ દિનશો પારદીવાલાની દેખરેખમાં પંતની ટ્રીટમેન્ટ થશે. ડો. પારદીવાલા આની પહેલાં સચિન તેંડુલકર, યુવરાજસિંહ, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટર્સની સારવાર કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...