• Gujarati News
  • Sports
  • Cricket
  • 14 Fours And 3 Sixes Set My Explosive Century, The First Indian To Set This Record In The Big Bash League

મંધાનાની સુપર સેંચુરીનો VIDEO:14 ચોગ્ગા અને 3 છગ્ગા મારી વિસ્ફોટક સદી નોંધાવી, બિગ બેશ લીગમાં આ રેકોર્ડ નોંધાવનારી પહેલી ભારતીય

13 દિવસ પહેલા

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી મહિલા બિગ બેશ લીગમાં ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર ઇનિંગ રમી છે. મેલબોર્ન રેનેગેડ્સ સામે રમતાં તેણે 64 બોલમાં 114 રન કર્યા હતા. આ દરમિયાન મંધાનાએ 14 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. મંધાના મહિલા બિગ બેશ લીગમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટર છે.

પ્રથમ બેટિંગ કરતાં મેલબોર્ને 175 રન કર્યા
મેલબોર્ન માટે હરમનપ્રીત કૌરે 55 બોલમાં 81 રન કર્યા હતા, પરંતુ સિડની થંડર તરફથી રમતા મંધાનાએ તેની આ ઈનિંગ પર પાણી ફેરવી દીધું હતું. સ્મૃતિનો સ્ટ્રાઈક રેટ 178.12 હતો. જોકે મંધાનાની ટીમ આ મેચ જીતી શકી નહોતી. તેની ટીમ 4 રનથી હારી ગઈ હતી, પરંતુ બંને ભારતીય બેટર્સે ઓસ્ટ્રેલિયાના મેદાન પર ખળભળાટ મચાવી દીધો હતો.

છેલ્લી ઓવરમાં હરમનપ્રીતનું શાનદાર પ્રદર્શન
મેચમાં હરમનપ્રીત કૌરે બેટિંગની સાથે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. મંધાનાની ટીમને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. મેલબોર્નની ટીમે હરમનપ્રીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેણે આ ઓવરમાં 8 રન આપ્યા હતા. મંધાનાને તેની શાનદાર સદી માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

8 ભારતીય લીગનો ભાગ
આ લીગમાં 8 ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. રાધા યાદવ (સિડની સિક્સર્સ), હરમનપ્રીત કૌર (મેલબોર્ન રેનેગેડસ), દીપ્તિ શર્મા (સિડની થંડર), સ્મૃતિ મંધાના (સિડની થંડર), શેફાલી વર્મા (સિડની સિક્સર્સ), જેમિમા રોડ્રિગ્સ (મેલબોર્ન રેનેગેડસ), રિચા ઘોષ (હોબાર્ટ હરિકેંસ) અને પૂનમ યાદવ (બ્રિસ્બેન હિટ)

અન્ય સમાચારો પણ છે...