• Gujarati News
  • Sports
  • Cricket
  • 13 year old Janaki Ishwar Won Everyone's Hearts At The Closing Ceremony, Know Who This Little Champion Is

T20 WCમાં ભારતીય મૂળની જાનકીનો દબદબો:ક્લોઝિંગ સેરેમનીમાં 13 વર્ષની જાનકી ઈશ્વરે સૌનાં દિલ જીતી લીધાં, જાણો કોણ છે આ લિટલ ચેમ્પિયન

22 દિવસ પહેલા

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ છે. ત્યારે ફાઈનલની ક્લોઝિંગ સેરેમની પણ યોજાઈ ગઈ હતી. જેમાં કલાકારોએ પોતાના સૂરો અને ડાન્સથી ફેન્સના દિલ જીતી લીધાં હતાં. આમાં જ એક ભારતીય મૂળની જાનકી ઈશ્વરએ દિલ જીતી લીધાં છે.

13 વર્ષીય જાનકી ઈશ્વર ભારતીય મૂળની છે. તેણે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્લોઝિંગ સેરેમનીમાં 90 હજાર દર્શકોની સામે ગીત ગાઈને ત્યાં હાજર સૌ કોઈનાં દિલ જીત્યાં હતાં. આ સાથે જ મીડિયા સેંસેશન બની ગઈ છે.

'વી કેન ગેટ ટુગેધર' પર પરફોર્મ કર્યું
જાનકીએ ઓસ્ટ્રેલિયાના રૉક બેન્ડ આઇસહાઉસની સાથે પરફોર્મન્સ આપ્યું હતું. જાનકીએ આઇસહાઉસનું ગીત 'વી કેન ગેટ ટુગેધર' પર પરફોર્મન્સ આપ્યું હતું. તેની સાથે ઝિમ્બાબ્વેમાં જન્મેલી થાંડે સિકવીલા પણ તેની સાથે ગીત ગાતી દેખાઈ હતી.

માતા-પિતા ક્રિકેટના મોટા ફેન
ફાઈનલની પહેલાં જાનકીએ કહ્યું હતું કે તેનાં માતા-પિતા ક્રિકેટના ખૂબ જ મોટા ફેન છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે તેનાં માતા-પિતાએ જ તેને ક્લોઝિંગ સેરેમની વિશે જણાવ્યું હતું. તે ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં જોવા માગતી હતી. જોકે ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં જ બહાર થઈ હતી.

જાનકી તેનાં માતા-પિતા સાથે.
જાનકી તેનાં માતા-પિતા સાથે.

જાનકીનાં માતા-પિતા કેરળનાં
જાનકીનાં માતા-પિતા મૂળ કેરળનાં છે અને તેઓ કોઝિકોડનાં છે. તેના પિતાનું નામ અનુપ દિવાકરણ અને માતાનું નામ દિવ્યા રવિંદ્રન છે. જોકે તેઓ છેલ્લાં 15 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયાં છે.

જાનકીનાં માતા-પિતાએ તેને જ્યારે ભારતીય ગીત સંભળાવ્યું હતું, ત્યારે તેની ઉંમર 5 વર્ષની હતી. આ પછી જ જાનકીની સંગીતમાં રુચિ વધી હતી અને તેણે ગાવાનું શરૂ કર્યું હતું.

'ધ વોઇસ ઑફ ઓસ્ટ્રેલિયા'માં પણ ભાગ લીધો હતો
જાનકી ઈશ્વરે ગત વર્ષે એટલે કે 2021માં 'ધ વોઇસ ઑફ ઓસ્ટ્રેલિયા'માં ભાગ લીધો હતો. ત્યારે જ તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે જ્યારે ભાગ લીધો હતો, ત્યારે તે શોમાં તે સૌથી નાની ઉંમરની સિંગર હતી.