તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPL ઓક્શન 18 ફેબ્રુઆરીએ:હરાજી માટે 1097 ખેલાડીનું રજિસ્ટ્રેશન, 7 વર્ષના પ્રતિબંધ પછી પરત ફરેલા શ્રીસંતની બેસ પ્રાઇસ 75 લાખ, જ્યારે અર્જુન તેંડુલકરની 20 લાખ

25 દિવસ પહેલા
 • કૉપી લિંક

જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી તે IPL ઓક્શન આ મહિને યોજાવા જઈ રહ્યું છે; ત્યારે એના માટે 1097 ખેલાડીનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. IPLમાં ભાગ લેવા માટે વેસ્ટ ઈન્ડીઝમાંથી 56, ઓસ્ટ્રેલિયામાંથી 42 તથા દક્ષિણ આફ્રિકામાંથી 38 ખેલાડીની એન્ટ્રી આવી છે. 7 વર્ષના પ્રતિબંધ પછી પરત ફરી રહેલા શ્રીસંતે પોતાની બેસ પ્રાઇસ 75 લાખ રૂપિયા રાખી છે. સચિનના પુત્ર અર્જુન તેંડુલકરની હરાજીમાં બેસ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે.

મિચેલ સ્ટાર્ક અને જો રૂટે ઓક્શન માટે રજિસ્ટર કરાવ્યું નથી, બંને સુપરસ્ટારની હરાજી નહીં થાય. અફઘાનિસ્તાનનો 16 વર્ષીય ડાબોડી સ્પિનર નૂર અહેમદ લંકનવાલ હરાજીમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી બનશે. પૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ દોશીનો પુત્ર નયન દોશી, 42 વર્ષની વયે આ ઓક્શનમાં સૌથી ઉંમરલાયક ખેલાડી છે.

ખેલાડીઓના રજિસ્ટ્રેશનની સમયસીમા ગુરુવારે પૂરી થઈ ગઈ છે અને આ યાદી 207 જેટલા આંતરરાષ્ટ્રીય ખેલાડીથી બનેલી છે,જેમાં 21 ભારતીયો છે. 27 ખેલાડી એસોસિએટ નેશન્સનું પ્રતિનિધિત્વ કરશે અને 863 ક્રિકેટર એવા છે જેમની જે-તે દેશની નેશનલ ટીમમાં પસંદગી થયેલી નથી, તેમાં 743 ભારતીય તથા 68 વિદેશી ખેલાડી છે.

ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થયેલી હોય પણ ઓછામાં ઓછી એક IPL રમી ચૂક્યા છે તેવા ખેલાડીની સંખ્યા 50 છે અને બે એવા વિદેશી ખેલાડી છે જે આ પ્રકારની સ્થિતિ ધરાવે છે. ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ પછીના દિવસે સ્થાનિક સમય પ્રમાણે બપોરે 3:00 વાગે શરૂ થશે.

2 કરોડની બેસ પ્રાઇસ રાખનાર ખેલાડીઓ:
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા), હરભજન સિંહ (ભારત), કેદાર જાધવ (ભારત), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), શાકિબ અલ હસન (બાંગ્લાદેશ), મોઇન અલી (ઇંગ્લેન્ડ), સેમ બિલિનગ્સ (ઇંગ્લેન્ડ), લિયમ પ્લેનકેટ (ઇંગ્લેન્ડ), જેસન રોય (ઇંગ્લેન્ડ), માર્ક વુડ (ઇંગ્લેન્ડ), કોલિન ઇંગ્રામ (સાઉથ આફ્રિકા)

1.5 કરોડની બેસ પ્રાઇસ રાખનાર ખેલાડીઓ:
ડેવિડ મલાન (ઇંગ્લેન્ડ), મુજીબ ઉર રહેમાન (અફઘાનિસ્તાન), એલેક્સ કેરી (ઓસ્ટ્રેલિયા), નેથન કુલ્ટર નાઇલ (ઓસ્ટ્રેલિયા), મિચેલ સ્વેપ્સન (ઓસ્ટ્રેલિયા), ટોમ કરન (ઇંગ્લેન્ડ), લેવીસ ગ્રેગોરી (ઇંગ્લેન્ડ), એલેક્સ હેલ્સ (ઇંગ્લેન્ડ), આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ) અને ડેવિડ વિલી (ઇંગ્લેન્ડ).

ગયા વર્ષે કિંગ્સ ઈલેવન પંજાબે ઓક્શનની સૌથી ઉંચી કિંમત લગાવી હતી
કિંગ્સ ઈલેવન પંજાબ ઓક્શનમાં રૂપિયા 53.20 કરોડની સૌથી વધુ કિંમત સાથે આગળ આવી હતી, ત્યારબાદ RCB (રૂપિયા 35.90 કરોડ), RR (રૂપિયા 34.85 કરોડ), CSK (રૂપિયા 22.90 કરોડ), MI (રૂપિયા 15.35 કરોડ), DC (રૂપિયા 12.90 કરોડ) અને રૂપિયા 10.75 કરોડ સાથે KKR અને SRH ત્યાર પછીના ક્રમ પર રહ્યા હતા.

1 કરોડની બેસ પ્રાઇસ રાખનાર સ્ટાર ખેલાડીઓ:
આરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા), ઉમેશ યાદવ (ભારત), હનુમા વિહારી (ભારત), માર્નસ લબુશેન (ઓસ્ટ્રેલિયા) અને શેલ્ડન કોટરેલ (વેસ્ટ ઇન્ડિઝ)

50 લાખની બેસ પ્રાઇસ:
ચેતેશ્વર પૂજારા, કરુણ નાયર, શિવમ દુબે અને વરુણ આરોન.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને લીધે વર્ષ 2020ની IPL UAEમાં યોજાઈ હતી, પણ હવે પછીની IPL ભારતમાં યોજાય તેવી પૂરી શક્યતાં છે.ટોચના ઓસ્ટ્રેલિયન ખેલાડી સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ 20 જાન્યુઆરીની રિટેન્શન ડેડલાઈનના અંતિમ દિવસે અનુક્રમ રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબમાંથી છૂટા થયા હતા.

જે-તે ફ્રેન્ચાઈઝીમાંથી 57 ખેલાડી છૂટા થયા
ક્રિસ મોરિસ, હરભજન સિંહ અને એરોન ફિચનો પણ સમાવેશ થાય છે. કુલ 139 ખેલાડી એવા છે કે જેમને જે-તે ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યા છે અને 57 જેટલા ખેલાડી છૂટા થયા હતા.

વિવિધ દેશ પ્રમાણે જોઈએ તો 283 જેટલા વિદેશી ખેલાડી બ્રેડડાઉન થયા છે તે નોંધાયેલ ખેલાડીમાંઃ અફઘાનિસ્તાન (30), ઓસ્ટ્રેલિયા (42), બાંગ્લાદેશ (5), ઈગ્લેન્ડ (21), આયરલેન્ડ (2), નેપાળ (8), નેધર્લેન્ડ (1), ન્યુઝીલેન્ડ (29), સ્કોટલેન્ડ (7), સાઉથ આફ્રિકા (38), શ્રીલંકા (31), UAE (9), USA (2), વેસ્ટ ઈન્ડિઝ (56), ઝીમ્બામ્વે (2) છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો