તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ:10 ટી-20 રમનારાને કોન્ટ્રાક્ટ મળી શકશે, અગાઉ વન ડે-ટેસ્ટ જરૂરી હતી

મુંબઈ / એડીલેડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટી-20ના વધતા ક્રેઝને લીધે નિર્ણય, બોર્ડ 4 કેટેગરીમાં કોન્ટ્રાક્ટ આપે છે
  • હાલ 27 પુરુષ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે

બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમમાં ફેરફાર કર્યા છે. હવે ફક્ત 10 ટી-20 રમનાર ખેલાડીને પણ કોન્ટ્રાક્ટ મળી શકશે. પહેલાં વન-ડે અને ટેસ્ટ રમનાર ખેલાડીઓને જ કોન્ટ્રાક્ટ મળતો હતો. ટી-20ના વધતાં ક્રેઝને લીધે બોર્ડે આ નિર્ણય લીધો છે. બોર્ડ તરફથી પુરુષ ખેલાડીઓને ચાર કેટેગરી એ+, એ, બી અને સીમાં કોન્ટ્રાક્ટ અપાય છે. એ+ વાળા ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ મળે છે. એ કેટેગરીમાં 5 કરોડ, બી કેટેગરીમાં 3 કરોડ અને સી કેટેગરીમાં વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે.

સુપ્રીમકોર્ટ તરફથી રચાયેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ(સીઓએ)ના એ પ્રસ્તાવને બોર્ડે નકારી કાઢ્યો હતો જેમાં ટી-20ને સામેલ કરવા કહેવાયું હતું. જોકે નિયમોમાં ફેરફાર કરતાં 3 ટેસ્ટ કે 7 વન-ડે રમનાર ખેલાડીને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવાયો હતો. જોકે ગત સિઝનમાં બોર્ડે અપવાદરૂપે વોશિંગ્ટન સુંદરને સી કેટેગરીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તે ટી-20માં સારું પ્રદર્શન કરે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે તેનાથી નાના ફોર્મેટના ખેલાડીને કોન્ટ્રાક્ટ આપી શકાશે. હાલ 27 પુરુષ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અપાયો છે.

ઓસ્ટ્રેલિયા સીરિઝની બે વન-ડે, 3 ટી-20ની ટિકિટ પહેલાં દિવસે જ વેચાઇ ગઇ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લિમિટેડ ઓવર શ્રેણી 27 નવેમ્બરથી શરૂ થઇ રહી છે. કોરોના વચ્ચે સ્ટેડિયમમાં 50 ટકા ફેન્સના પ્રવેશને મંજૂરી અપાઈ છે. શુક્રવારથી ટિકિટ વેચાણ શરૂ થઈ ગયું. અમુક જ કલાકમાં 2 વન-ડે અને 3 ટી-20ની તમામ ટિકિટ વેચાઈ ગઈ. 27 નવેમ્બરે સિડનીમાં પહેલી વન-ડે રમાશે. પ્રથમ વન-ડેની અમુક સીટ બાકી છે. વન-ડે અને ટી-20 મેચ સિડની અને મનુકા ઓવલમાં રમાવાની છે. ઓવલની દર્શકક્ષમતા 16 હજાર જ્યારે સિડનીની 48 હજાર છે.

આજથી લૉકડાઉન પૂરું, શ્રેણીની પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાશે
​​​​​​​એડિલેડમાં 17 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમાશે. પણ ગત દિવસોમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી તેના આયોજન સામે સવાલ ઊભા થવા લાગ્યા હતા. અહીં લૉકડાઉન પણ લગાવાયું હતું પણ હવે શનિવારે અહીં લૉકડાઉન ખૂલવા જઈ રહ્યું છે અને પ્રોટોકોલમાં પણ છૂટ અપાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો