• Gujarati News
  • Sports
  • Cricket
  • 10 Days Before The Start Of Ranji Trophy, 7 Members Of Bengal Are Positive; Practice Match With Mumbai Canceled

ઈન્ડિયન ક્રિકેટમાં કોરોનાની એન્ટ્રી:રણજી ટ્રોફી શરૂ થયા એના 10 દિવસ પહેલા બંગાળના 7 સભ્યો પોઝિટિવ; મુંબઈ સાથે પ્રેક્ટિસ મેચ રદ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયાની T20 લીગ BBLમાં 11 ખેલાડીઓ સહિત 19 લોકો સંક્રમિત

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પછી ઈન્ડિયન ક્રિકેટમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. 13 જાન્યુઆરીથી શરૂ થતી રણજી ટ્રોફીમાં બંગાળની ટીમના 6 ખેલાડી અને એક સહાયક કોચ કોરોના સંક્રમિત મળી આવ્યો છે. હવે BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા કટોકટીની બેઠક યોજી શકે છે. આ તમામ પ્રશ્નો પછી રણજી ટ્રોફીનું આયોજન આગળ વધારવા અંગે વિચાર પણ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે રણજીમાં ટેસ્ટ મેચ રમાતી હોય છે. જેમાં લીગ મેચ 4 દિવસની હોય છે જ્યારે સેમીફાઈનલ અને ફાઈનલ મેચ 5 દિવસની હોય છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના સચિવ સ્નેહાશીષ ગાંગુલીએ જણાવ્યું હતું કે અત્યારની સ્થિતિને જોતા બાંગાળ ક્રિકેટ સંઘે સુરક્ષાના મુદ્દાને ટાંકીને બંગાળી ક્રિકેટરોના RT-PCR ટેસ્ટ કર્યા હતા.

6 ખેલાડીઓ અને 1 સહાયક કોચ કોવિડ પોઝિટિવ
સૂત્રોના પ્રમાણે 6 ખેલાડી કોવિડ પોઝિટિવ મળી અવ્યા છે. સુદીપ ચેટર્જી, અનુસ્તુપ મજૂમદાર, કાજી જુનૈદ સૈફી, ગીત પુરી, પ્રદીપ્ત પ્રમાણિક અને સુરજીત યાદવને ચેપ લાગ્યો છે. આની સાથે જ સહાયક કોચ સૌરાશીષ પણ પોઝિટિવ મળી આવ્યા છે.

આ સાતેય સભ્યો રવિવારે સોલ્ટ લેકમાં જાધવપુર વિશ્વવિદ્યાલયમાં ટીમો વચ્ચે રમાયેલી મેચનો ભાગ હતા. જોકે બંગાળ ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના નામ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

મુંબઈ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચ સ્થગિત
બંગાળ અને મુંબઈની ટીમ વચ્ચેની પ્રેક્ટિસ મેચ પણ કોરોનાના કેસ બાદ રદ્દ કરવામાં આવી છે. બંગાળ બીજી વોર્મ-અપ મેચમાં ભાગ લેશે કે કેમ તે હજુ નક્કી નથી. બંગાળ ક્રિકેટે પણ તમામ સ્થાનિક ટૂર્નામેન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, મંગળવારે એપેક્સ કાઉન્સિલની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં પણ કોવિડનું સંકટ
ઓસ્ટ્રેલિયાની T20 લીગ BBLમાં 11 ખેલાડીઓ સહિત 19 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. સિડની થંડરના 4 ખેલાડીઓને કોરોના થયો છે. તે જ સમયે, મેલબોર્ન સ્ટાર્સે કહ્યું કે તેમના 7 ખેલાડીઓ અને 8 સપોર્ટ સ્ટાફ સંક્રમિત થયા છે.

જોકે, તેણે ખેલાડીઓના નામ જાહેર કર્યા નથી. સોમવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO નિક હોકલી પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આની પહેલા એશિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનારો પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા અને ટ્રેવિસ હેડ પણ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...