ન્યૂઝીલેન્ડ પ્રવાસ / શમીએ બુમરાહની ટીકા કરનારને પૂછ્યું- તમે 2-4 મેચ પછી તેની ક્ષમતા પર પ્રશ્ન કઈ રીતે કરી શકો છો?

મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. -ફાઈલ ફોટો
મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. -ફાઈલ ફોટો

  • બુમરાહે ન્યૂઝીલેન્ડ સામે 3 વનડેની સીરિઝમાં 30 ઓવર બોલિંગ કરી, એકપણ વિકેટ ઝડપી શક્યો નહીં
  • શમીએ કહ્યું કે, બુમરાહે બે મેચમાં સારો દેખાવ ન કર્યો તેનો મતલબ એ નથી કે તમે તેના જેવા મેચ વિનરની ક્ષમતા પર પ્રશ્ન કરો
  • ન્યૂઝીલેન્ડ-11 સામેની પ્રેક્ટિસ મેચમાં શમીએ 3 અને બુમરાહે 2 વિકેટ લીધી

Divyabhaskar.com

Feb 15, 2020, 04:09 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શનિવારે ન્યૂઝીલેન્ડ-11 સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર દેખાવ કરતા 3 વિકેટ ઝડપી હતી. બીજા દિવસના અંતે શમીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "જસપ્રીત બુમરાહે ભારત માટે જે પ્રાપ્ત કર્યું છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે, તે લોકો કઈ રીતે ભૂલી શકે છે? તેણે બે મેચમાં માભા પ્રમાણે દેખાવ ન કર્યો તેનો મતલબ એ નથી કે તમે તેના જેવા મેચ વિનરની ક્ષમતા પર પ્રશ્ન કરો. તે મેચ વિનર છે."

હેમિલ્ટનમાં સારા દેખાવ અંગે
"પરિસ્થતિ ફાસ્ટ બોલિંગ માટે મદદગાર હતી તેનો ફાયદો થયો. પિચ પર ઘાસ હતી, ગઈકાલની સરખામણીએ વિકેટ સૂકી હતી પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાથી બોલિંગ કરવામાં સારી મદદ મળી. આવી પિચ પર ક્યારેક જ રમવા મળે છે જે ફાસ્ટ બોલર માટે રેડીમેડ હોય છે. ઉછાળ સારો હતો અને બોલ કીપર સુધી સારી રીતે જતો હતો. એક ગ્રુપ તરીકે અમને મજા આવી."

બહાર બેસીને ટીકા કરવી સરળ
ઇજા પછી વાપસી કરવી એક ફાસ્ટ બોલર માટે સરળ હોતી નથી. તમે કઈ રીતે ભૂલી શકો છો કે તે સ્ટ્રેસ ફ્રેક્ચર પછી કમબેક કરી રહ્યો છે. બહાર બેસીને ટીકા કરવી સરળ છે. અમુક લોકોને તેના માટે પૈસા મળે છે. કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થઇ શકે છે. તેવામાં તેમની ટીકા કરવી ખોટી છે. મેં પોતે 2015માં ઘૂંટણની સર્જરી કરાવ્યા પછી વાપસી કરી હતી.

નવદીપ સૈની વનડેમાં મહત્તવની ભૂમિકા ભજવશે
સૈની વનડે ક્રિકેટમાં ભારત માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. તે યુવા અને પ્રતિભાશાળી છે. તેની પાસે ગતિ અને ઊંચાઈ છે. સીનિયર ખેલાડીઓ અત્યારે તેને ગાઈડ કરી રહ્યા છે. બુમરાહે ન્યૂઝીલેન્ડ-11 સામેની પ્રેક્ટિસ મેચના બીજા દિવસે 11માંથી 3 ઓવર મેડન નાખતા 2 વિકેટ લીધી હતી. જ્યારે શમીએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.

X
મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. -ફાઈલ ફોટોમોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. -ફાઈલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી