ફિટનેસ / ભારતીય ક્રિકેટર્સ માટે yo-yo ફિટનેસ ટેસ્ટનો સ્કોર 16.1થી વધારીને 17 કરવામાં આવશે

Yo-yo fitness test score for Indian cricketers will be increased from 16.1 to 17

Divyabhaskar.com

Sep 11, 2019, 02:22 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી અને તેના સપોર્ટ સ્ટાફે Yo-Yo ટેસ્ટનું મિનિમમ ક્વોલિફિકેશન માર્ક 16.1થી 17કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકાની સીરિઝ પહેલા તે લાગુ થઇ જાય તેવી સંભાવના છે. ટીમ મેનેજમેન્ટે ફિટનેસને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લીધો છે.

Yo-Yo ટેસ્ટ શું છે?

  1. આ મૂળભૂત રીતે બીપ ટેસ્ટ(એરોબિક ફિટનેસ રૂટીન)ની વિવિધતા છે જે ભારતીય ક્રિકેટરોએ ભૂતકાળમાં હાથ ધરી હતી. આ ટેસ્ટમાં બે cone 20 મીટરના અંતરે મૂકવામાં આવે છે. એકવાર બીપનો અવાજ સંભળાય એટલે એથ્લેટે બીજી વાર બીપ વાગે ત્યાં સુધીમાં બીજા માર્કર પર પહોંચવાનું હોય છે. ત્યારબાદ તેને પાછું ફરીને સ્ટાર્ટર સુધી જવાનું હોય છે.
  2. દરેક રાઉન્ડ સાથે બીપ્સ વધતા જાય છે, જો ખેલાડી તે સ્પીડ મેચ કરીને બીજા માર્કર સુધી જઈને પાછો ફરે તે સફળ માનવામાં આવે છે. દરેક રાઉન્ડ વચ્ચે સાત સેકંડનો અંતર હોય છે.
  3. ટેસ્ટની શરૂઆતમાં ખેલાડીએ 5 (સ્પીડ લેવલે) જોગ કરે છે, આમાં એક શટલ હોય છે. ત્યારબાદ આગામી સ્પીડ લેવલ 9 હોય છે, તેમાં એક પણ શટલ જ શામેલ છે. આગળની સ્પીડ લેવલ 11 છે અને આમાં બે શટલ્સ છે, જ્યારે લેવલ 12 માં ત્રણ અને લેવલ 13 ચાર છે. લેવલ 14થી દરેક ઉપરના લેવલ સુધી 8 શટલ હોય છે.
  4. હાલના સ્વરૂપમાં ટેસ્ટમાં લેવલ 23 સ્પીડનું સૌથી મહત્તમ સ્તર છે. અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે દરેક શટલ 40 મીટરની અંતરને આવરે છે અને તેથી, કુલ અંતર એ દરેક ગતિ સ્તરે આવરેલા અંતરનું એકંદર છે.
  5. ભારતે મિનિમમ ક્વોલિફિકેશન માર્ક (સ્પીડ લેવલ) તરીકે 16.1 રાખ્યું છે. જેનો અર્થ એ છે કે ખેલાડીઓએ સ્પીડ લેવલ 16ના પ્રથમ શટલને સમાપ્ત કરવું ફરજિયાત છે, જે 1120 મીટરના સંચિત અંતરમાં અનુવાદિત થાય છે. પાકિસ્તાનનું ન્યૂનતમ સ્તર હવે 17: 4 છે; વેસ્ટ ઇન્ડીઝનું 19 અને ન્યૂઝીલેન્ડનું સૌથી વધુ 20.1 છે.
  6. ભારતીય ક્રિકેટ ટીમે 2017થી ફિટનેસ માટે yo-yo ટેસ્ટની શરૂઆત કરી હતી. ફૂટબોલ, હોકી અને રગ્બી જેવી રમતોમાં આનો વર્ષોથી ઉપયોગ થતો આવ્યો છે.
X
Yo-yo fitness test score for Indian cricketers will be increased from 16.1 to 17
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી