બર્મિંઘમ / 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં વુમન્સ ટી-20 ક્રિકેટનો સમાવેશ થયો

Women's T20 cricket included at Birmingham 2022 Commonwealth Games

  • 8 ટીમો વચ્ચે વુમન્સ ટી-20 ક્રિકેટની ઇવેન્ટ યોજાશે
  • બધી મેચો એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે
  • 1998 પછી પહેલી વાર ક્રિકેટનો કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ થયો છે

Divyabhaskar.com

Aug 13, 2019, 03:16 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન અને આઈસીસીએ મંગળવારે કંફર્મ કર્યું હતું કે વુમન્સ ટી-20 ક્રિકેટનો બર્મિંઘમ ખાતે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં સમાવેશ થઇ ગયો છે. 8 ટીમો આ ઇવેન્ટમાં ભાગ લેશે. છેલ્લે 1998માં મલેશિયામાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની રમત રમાઈ હતી. ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 50 ઓવરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ મનુ સ્વાહે કહ્યું હતું કે, આ વુમન્સ ક્રિકેટમાં ઐતિહાસિક પળ છે. તેમજ ગ્લોબલ ક્રિકેટ કમિટી માટે જેણે આ વિચારને વાસ્તવિકતા બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. અમે બહુ ખુશ છીએ કે કોમનવેલ્થ એસોસિયેશન વુમન્સ ક્રિકેટના સમાવેશ માટે સહમત થયા હતા.

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડન્ટ ડેમ લુસી માર્ટિને કહ્યું હતું કે આજે એક ઐતિહાસિક દિવસ છે, અમે ક્રિકેટની રમતનું કોમનવેલ્થ ગેમ્સમાં સ્વાગત કરીએ છીએ. ક્રિકેટ છેલ્લે 1998માં કુઆલાલમ્પુર ખાતે રમાયું હતું. ત્યારે સચિન તેંડુલકર, જેક કાલિસ અને રિકી પોન્ટિંગ જેવા ક્રિકેટિંગ આઇકન તેમાં રમ્યા હતા. અમે માનીએ છીએ કે કોમનવેલ્થ ગેમ્સ વુમન્સ ક્રિકેટને ગ્લોબલ લેવલ પર વધુ માઈલેજ આપવા માટે સારું પ્લેટફોર્મ છે.

X
Women's T20 cricket included at Birmingham 2022 Commonwealth Games
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી