રાજકોટ / અમારી પાસે ગુમાવવાનું કંઈ નથી, ભારત સામે પહેલી T-20 સીરિઝ જીતવા સારી તક છે: મહંમદુલ્લાહ

  • બાંગ્લાદેશના કપ્તાને કહ્યું કે, રાજકોટની વિકેટ દિલ્હી કરતા જુદી છે અને અહીં 170-180 રનનો સ્કોર જોવા મળી શકે છે
  • અમે પ્લેઇંગ 11માં ફેરફાર કરવા માંગતા નથી અને લગભગ વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખીશું
  • ભારતમાં પહેલીવાર બાઇલેટરલ સીરિઝ રમવી અને તેને જીતવી અમારા માટે મોટી ઉપલબ્ધી બની રહેશે

Divyabhaskar.com

Nov 06, 2019, 06:48 PM IST

રાજકોટ: બાંગ્લાદેશના કપ્તાન રિયાદ મહંમદુલ્લાહે ભારત સામેની બીજી ટી20 પહેલા રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે કહ્યું કે, "પહેલી મેચ જીત્યા પછી આવતીકાલે અમારી પાસે સીરિઝ જીતવાની સારી તક છે. અમને આશા છે કે અમે સારો દેખાવ કરીશું. મને લાગે છે કે રાજકોટની વિકેટ દિલ્હી કરતા જુદી છે અને અહિયાં 170-180 રનનો સ્કોર જોવા મળી શકે છે."

અમે દબાણમાં ક્યારેય હતા જ નહિ

મેં સીરિઝની પ્રથમ મેચમાં પણ કહ્યું હતું કે અમારી પાસે ગુમાવવા માટે કઈ નથી. અમે એક ટીમ તરીકે જાણીએ છીએ કે આવતીકાલે અમારી પાસે સીરિઝ જીતવાની ઉજળી તક છે. અમે મેચ માટે બહુ પોઝિટિવ છીએ. ટીમ ઊર્જાથી ભરપૂર છે. અમે પ્લેઇંગ 11માં ફેરફાર કરવા માંગતા નથી અને લગભગ વિનિંગ કોમ્બિનેશન જાળવી રાખીશું.

ભારતીય બોલિંગ એટેકમાં વિવિધતા છે, પિચ જોઈને ટોસનો નિર્ણય કરીશું
ભારતીય ટીમમાં સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સનું સારું મિશ્રણ છે. અમારે મેચની શરુઆતથી તેમના પર હાવી થવું પડશે તો જ અમે મુકાબલો જીતી શકીશું. અમે પ્લેઇંગ 11 ટોસ પહેલા પિચ જોઈને નક્કી કરીશું. તેમજ તે રીતે રન ચેઝ કરવા કે ડિફેન્ડ તેનો નિર્ણય લેવામાં આવશે.

પહેલી મેચ જીત્યા પછી સીરિઝ જીતવા માટે મક્કમ છીએ

અમે પહેલી મેચ જીત્યા પછી આરામથી બેઠા નથી. ભારતમાં પહેલીવાર બાઇલેટરલ સીરિઝ રમવી અને તેને જીતવી અમારા માટે મોટી ઉપલબ્ધી બની રહેશે. અમે સારા અભિગમ સાથે રમીશું, તે હાર અને જીત કરતાં વધુ મહત્ત્વનું છે. ભારતને તેના ઘરઆંગણે હરાવવું બહુ મોટી વાત છે.

ચેઝ કરવું ગમશે પરંતુ વિકેટ જોયા પછી વિચાર બદલાઈ શકે છે

ગઈ મેચ જીત્યા પછી અમને ડિફેન્ડ કરવા કરતા ચેઝ કરવું વધુ ગમશે. જોકે જો પિચ સૂકી હોય અથવા ડબલ પેસ હોય તો અમે પ્રથમ બેટિંગ કરી શકીએ છીએ.ટીમમાં કોઈ નાનું મોટું નથી. હું કપ્તાન છું પરંતુ મેદાનમાં બધા સમાન છે. ઓફ ધ ફિલ્ડ (શાકિબ અલ હસનની બાદબાકી) જે પણ થાય છે તેના પર અમારું ધ્યાન નથી. અમારે ઓલરેડી બીજા પ્રકારના પ્રેસરનો સામનો કરવાનો હોય છે. બહાર શુ ચાલી રહ્યું છે તેના પર ટીમ ધ્યાન આપતી નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી