• Home
  • Sports
  • Cricket
  • Wasim Jaffer says: Dhoni is invaluable to India, if he is fit then he has to play in T20 World Cup.

ક્રિકેટ / વસીમ જાફરે કહ્યું- ધોની ટીમ ઇન્ડિયા માટે અનમોલ છે, જો તે ફિટ હોય તો T-20 વર્લ્ડ કપમાં તેનો કોઈ વિકલ્પ નથી

Wasim Jaffer says: Dhoni is invaluable to India, if he is fit then he has to play in T20 World Cup.

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 04:49 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે કહ્યું કે, એમએસ ધોની ટીમ ઇન્ડિયા માટે અનમોલ છે. જો તે ફિટ અને ફોર્મમાં હોય તો આગામી T-20 વર્લ્ડ કપમાં તેનો કોઈ વિકલ્પ નથી. તે વિકેટ પાછળ અને નીચલા ક્રમે ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તે ટીમમાં હશે તો લોકેશ રાહુલ પણ વિકેટકીપિંગનું દબાણ નહિ રહે. તેમજ રુષભ પંત બેટ્સમેન તરીકે ટીમમાં રમી શકશે.

38 વર્ષીય ધોની છેલ્લે 2019માં ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ત્યારે તે વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કિવિઝ સામે રમ્યો હતો. તે પછી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં BCCIએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટમાંથી બહાર કરી દીધો હતો. ત્યારબાદ તે નિવૃત્તિ લેશે તેવી અટકળો શરૂ થઇ ગઈ હતી. જોકે ધોનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તે IPL દ્વારા ક્રિકેટ મેદાન પર વાપસી કરશે. કોરોનાવાઇરસના કારણે ચેન્નાઇની ટીમનો ટ્રેનિંગ કેમ્પ બંધ થયો તે પહેલા તેણે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો.

X
Wasim Jaffer says: Dhoni is invaluable to India, if he is fit then he has to play in T20 World Cup.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી