સ્પોર્ટ્સ ડેસ્ક : વિરાટ કોહલી અને રોહિત વચ્ચે વિવાદ હોવાના અહેવાલો વચ્ચે વિરાટ કોહલીએ આજે રોહિત શર્મા વગરની ટીમનો ફોટો શેર કર્યો છે. ક્રિકેટ ચાહકોએ પૂછ્યું છે કે રોહિત શર્મા ક્યાં છે? તેના વગર ટીમ ઈન્ડિયા અધૂરી છે.
વર્લ્ડ કપ રમીને ઈંગ્લેન્ડથી ટીમ ઈન્ડિયા પરત આવ્યા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધો ઠીક ન હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. જોકે વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેની અને રોહિત શર્મા વચ્ચે કોઈ વિવાદ નથી.
આજે વિરાટ કોહલીએ SQUAD કેપ્શન લખીને એક ફોટો શેર કર્યો છે. જેમાં રવીન્દ્ર જાડેજા, નવદીપ સાની, ખાલીમ અહેમદ, શ્રેયસ, કૃણાપ પંડ્યા, ભૂવનેશ્વર કુમાર અને કેએલ રાહુલ નજરે પડે છે. પણ ફોટોમાં રોહિત શર્મા નજરે પડતો નથી. આથી ક્રિકેટ ચાહકો ભડક્યા છે અને પોતાની વાત તેઓએ પણ સોશિયલ મીડિયામાં લખી છે.
આ બધાની વચ્ચે રોહિત શર્માએ ગઈ કાલે ઈન્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કરીને લખ્યું હતું કે હું માત્ર મારી ટીમ માટે નહીં પણ મારા દેશ માટે રમ છું.
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી20 મેચ શનિવારે રમશે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટી20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.