નિવેદન / વ્હાઇટ બોલ ક્રિકેટમાં વિરાટ કોહલી સ્ટીવ સ્મિથ કરતા ઘણો સારો બેટ્સમેન છે: ગંભીર

વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ. -ફાઈલ ફોટો
વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ. -ફાઈલ ફોટો

Divyabhaskar.com

Jan 13, 2020, 01:06 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે સોમવારે કહ્યું હતું કે, ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ કરતા ઘણો સારો બેટ્સમેન છે. કોહલીએ વનડેમાં 11 હજારથી વધુ રન કર્યા છે, જ્યારે બીજી તરફ સ્મિથ 4 હજાર રનની નજીક છે અને તેણે 8 સેન્ચુરી મારી છે. ગંભીરે કહ્યું કે, વ્હાઇટ બોલ ક્રિકેટમાં બંનેની સરખામણી થઇ શકે તેમ નથી. કોહલી સ્મિથથી ઘણો આગળ છે. હું જોકે તે જોવા ઉત્સાહિત છું કે સ્મિથ આ સીરિઝમાં ક્યાં ક્રમે બેટિંગ કરે છે. ઓસ્ટ્રેલિયા સ્મિથેને ચોથા ક્રમે મોકલીને માર્નસ લબુશેનને ત્રીજા ક્રમે મોકલે છે કે કેમ તે જોવાનું રહેશે.

બુમરાહ અને શમીથી કાંગારુંને ખતરો
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો ઓસ્ટ્રેલિયાનો ટોપ ઓર્ડર કઈ રીતે સામનો કરે છે તે જોવાનું રહેશે. તે બંને એટલા શાનદાર ફોર્મમાં છે કે ભારતની ફ્લેટ વિકેટ પર પણ તેમના માટે રન કરવા અઘરા કરી શકે છે. તેઓ માત્ર પોતાની ઝડપથી વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. તે બંનેનો ડેવિડ વોર્નર અને આરોન ફિન્ચ સામેનો સ્પેલ જોવા લાયક હશે.

વર્લ્ડ કપ સેમિફાઇનલમાં શમીને ન રમાડવો ભૂલ હતી
બુમરાહ અને શમીને સાથે બોલિંગ કરતા જોવાની મજા આવે છે. ટીમ મેનેજમેન્ટે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શમીને ન રમાડીને ભૂલ કરી હતી. મને લાગે છે કે તે આખા વર્લ્ડ કપ સૌથી ખોટો નિર્ણય હતો, તે પિચ પર શમીએ આતંક મચાવ્યો હોત. આ સીરિઝની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા માટે બુમરાહ-શમીની જોડી સામે રન કરવા સરળ નહીં રહે.

X
વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ. -ફાઈલ ફોટોવિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ. -ફાઈલ ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી