તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિમ પેને 13 વર્ષ પછી સદી ફટકારી, ફર્સ્ટ ક્લાસ મેચમાં 121 રનની ઇનિંગ્સ રમ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટિમ પેન. - Divya Bhaskar
ટિમ પેન.
  • ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કપ્તાન પેને છેલ્લી સદી 2006માં મારી હતી
  • પેન તાસ્માનિયા માટે રમતાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કપ્તાન ટિમ પેને 13 વર્ષ પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી છે. તેણે શનિવારે શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટમાં તાસ્માનિયા માટે રમતા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 121 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે આ પહેલા 2006માં 21 વર્ષની વયે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ સદી મારી હતી. પેને ગઈકાલે 208 બોલની ઇનિંગ્સમાં 13 ચોક્કા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તે રિચાર્ડસનની બોલિંગમાં આઉટ શોન માર્શના હાથે કેચ આઉટ થયો હતો.
પેનની કપ્તાનીમાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ વિરુદ્ધની એશિઝ 2-2થી ડ્રો કરાવી હતી. ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ટીમના કોચ જસ્ટિન લેન્ગરે તેના વખાણ કર્યા હતા. લેન્ગરે કહ્યું કે, પેન જાણે છે કે તે વધુ સારું રમી શકે છે. તે યુવાઓની જેમ ઉત્સાહ સાથે શીખે છે. અત્યારે તે નિશ્ચિતપણે સારું કામ કરી રહ્યો છે.
બીજી તરફ એશિઝની 10 ઇનિંગ્સમાં માત્ર બે વાર ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યો હતો. તેણે ફોર્મમાં પરત ફરતા સદી મારી છે. તેને ન્યૂ સાઉથ વેલ્સ માટે રમતા 125 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે માર્ક્સ હેરિસે વિક્ટોરિયા માટે રમતાં સાઉથ ઓસ્ટ્રેલિયા સામે 116 રન કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો