ભારત અને પાકિસ્તાન જેટલું વધારે રમે તેટલું ક્રિકેટ માટે સારું: યુવરાજ સિંહ, આફ્રિદીએ સમર્થન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારત-પાકિસ્તાનની સીરિઝ એશિઝ કરતા પણ મોટી: આફ્રિદી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીનું માનવું છે કે ભારત-પાકિસ્તાન જેટલું વધારે રમે તેટલું ક્રિકેટ માટે સારું છે. યુવરાજે કહ્યું કે, "અમે રમત પ્રત્યેના પ્રેમ માટે ક્રિકેટ રમીએ છીએ. અમે નક્કી ન કરી શકીએ કે અમારે કોની સામે રમવું છે. હું કહીશ કે ભારત અને પાકિસ્તાનની વધુ મેચો રમત માટે સારી છે." 


યુવરાજે વધુ ઉમેરતા કહ્યું કે, "મને એ દિવસો યાદ છે જ્યારે હું પાકિસ્તાન સામે 2004, 2006 અને 2008ની બાઈલેટરલ સીરિઝમાં રમ્યો હતો. હવે ભારત-પાકિસ્તાનની મેચો થતી નથી, પરંતુ તે અમારા (સ્પોર્ટ્સપર્સનના) હાથમાં નથી."

ભારત-પાકિસ્તાનની સીરિઝ એશિઝ કરતા પણ મોટી: આફ્રિદી
આફ્રિદીએ કહ્યું કે, જો ભારત-પાકિસ્તાન વચ્ચે સીરિઝ રમવામાં આવે તો તે એશિઝ કરતા પણ મોટી શ્રેણી સાબિત થાય. જોકે હવે બંને દેશ રમતું નથી. આપણે પોલિટિક્સને રમતમાં આવવા દઈએ છીએ. મારુ માનવું છે ભારત-પાકિસ્તાને સાથે બેસીને આ અંગે ચર્ચા કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...