તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Coach Advised Bowling After Seeing Richa's Height, She Is Now Selected As An All rounder In The Indian Team.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઋચાની હાઈટ જોઈને કોચે બોલિંગની સલાહ આપી હતી, હવે ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમમાં પસંદ થઇ

એક વર્ષ પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક
  • ઋચા 12 વર્ષની ઉંમરે બંગાળ તરફથી અંડર-17, અંડર-19 અને સીનિયર ટીમમાં રમી
  • તેણે કહ્યું- વર્લ્ડ કપથી ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરવી ગર્વની વાત છે

નવી દિલ્હી: બંગાળની 16 વર્ષની ઋચા ઘોષને ફેબ્રુઆરીમાં રમાનાર T-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવી છે. પોતાના સિલેક્શનથી ખુશ ઋચાએ કહ્યું કે, "મેં કરિયરની શરૂઆત વિકેટકીપર બેટ્સમેન તરીકે કરી હતી. જોકે બંગાળ માટે રમવાની શરૂઆત કરી તો કોચે હાઈટ જોઈને બોલિંગ કરવાની સલાહ આપી હતી. તે કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો અને હું ઇન્ડિયન ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદ થઇ છું." 


તે 12 વર્ષની ઉંમરે બંગાળ તરફથી અંડર-17, અંડર-19  અને સીનિયર ટીમમાં રમી હતી. જોકે પહેલા વર્ષે બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થઇ હતી. ત્યારબાદ ઓલરાઉન્ડર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કપમાં તેને આ બદલ જ પસંદ કરવામાં આવી છે. તેણે આ અંગે કહ્યું કે, વર્લ્ડ કપથી ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરવી ગર્વની વાત છે.

ઋચા બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં
તે દસમા ધોરણમાં ભણે છે. ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા છે. પરંતુ ભારતીય ટીમમાં પસંદગી થતા તેણે પરીક્ષાની જગ્યાએ દેશ માટે રમવાનો નિર્ણય લીધો છે.

પિતાથી પ્રભાવિત થઈને ક્રિકેટ રમવાની શરૂઆત કરી
ઓલરાઉન્ડરે પિતાથી પ્રભાવિત થઈને ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. જ્યારે તે ત્રણ વર્ષની હતી તો પિતા માનવેન્દ્ર ઘોષ સિલિગુડીમાં બગ્ગા જ્યોતિ એથલેટિક્સ ક્લબમાં ક્રિકેટ રમવા જતા હતા. તે પણ તેના પિતા સાથે જતી હતી, ત્યાં અન્ય બાળકોને ક્રિકેટ રમતા જોઈને તેણે પણ રમવાની જીદ કરી હતી. તે પાંચ વર્ષની થઇ ત્યારે પિતાએ કોચ બરુન બેનર્જી અને ગોપાલ સાહ પાસે મોકલવાનું શરૂ કર્યું હતું. તે ક્લબ માટે બેટિંગ અને વિકેટકીપિંગ કરતી હતી.

હાઈટના લીધે બોલિંગમાં ફાયદો થશે
કોચ ગોપાલ સાહે કહ્યું કે, તે પાંચ વર્ષની ઉંમરથી નેટ્સ પર આવી રહી હતી. તે બેટિંગ સાથે વિકેટકીપિંગ પણ કરતી હતી. પરંતુ બંગાળ માટે રમવાનું શરૂ કર્યું તો કોચે તેની હાઈટ જોઈને
બોલિંગ કરવાની સલાહ આપી હતી. તે અત્યાર 16 વર્ષની છે અને તેની હાઈટ 5'10 છે. તેને હાઈટના લીધે બોલિંગમાં ફાયદો થશે.

પિતાએ કહ્યું- પુત્રી દેશ માટે રમવાનું સપનું પૂરું કરશે
તેના પિતાએ કહ્યું કે, ઋચા નાનપણમાં તેની સાથે ક્લબમાં જતી હતી. તેમનું નાનકડું બિઝનેસ છે. પરંતુ પોતે ક્લબ ક્રિકેટ રમતા હતા. જોકે આગળ વધી શક્યા નહોતા. તેમનું દેશ માટે રમવાનું સપનું હવે પુત્રી પૂરું કરશે. તેમણે કહ્યું કે, તેણે ક્રિકેટ રમવાની જીદ કરી તો તેમને લાગ્યું કે છોકરીઓનું ક્રિકેટમાં શું ભવિષ્ય? જોકે પરિવારે તેની વાત માની લીધી અને તેને ક્લબ મોકલવાનો નિર્ણય લીધો હતો. પહેલા જિલ્લા અને પછી સ્ટેટ ટીમમાં પસંદગી થઇ. હવે તેઓ ઈચ્છે છે કે દીકરી ભારત માટે રમતા T-20 વર્લ્ડ કપ જીતે અને દેશનું નામ રોશન કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો