તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Team India Will Placing All Three Openers In Playing 11 In The First Oneday Against Australia

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ત્રણેય ઓપનરને પ્લેઈંગ 11માં સ્થાન આપે તેવી પ્રબળ સંભાવના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોહિત શર્મા, શિખર ધવન અને લોકેશ રાહુલમાંથી કોણ ઓપનિંગ કરશે તે લઈને ટીમ મેનેજમેન્ટ મૂંઝવણમાં છે
  • ત્રણેય ઈન-ફોર્મ બેટ્સમેનને સ્થાન આપી શકાય છે, મને ચોથા ક્રમે રમવામાં વાંધો નથી: કોહલી
  • મેચનું જીવંત પ્રસારણ બપોરે 1:30 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ત્રણ વનડે સીરિઝની પ્રથમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા 2019ના વર્લ્ડ કપ પછી પહેલીવાર વનડે રમશે. 2023નો વનડે વર્લ્ડ કપ ભારતમાં રમાવવાનો હોવાથી બંને ટીમ આ સીરિઝથી તેની તૈયારી શરૂ કરશે. 2019માં ઓસ્ટ્રેલિયાએ 5 વનડેની સીરિઝમાં પ્રથમ બે મેચ ગુમાવ્યા પછી શ્રેણી જીતી હતી. ભારતમાં ભારત કોઈ વિરોધી સામે સતત ત્રણ મેચ હારે તે જૂજ ઘટના છે. કોહલી અને કંપની તે હારનો બદલો લેવા તૈયાર હશે. મુંબઈ ખાતે બંને દેશ વચ્ચે 3 મેચ રમાઈ છે અને ઓસ્ટ્રેલિયા 2-1ની લીડથી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ 1996માં 16 રને અને 2003માં 77 રને મેચ જીતી હતી. જ્યારે 2007માં ભારતે બે વિકેટે મેચ જીતી હતી.

ત્રણેય ઓપનર્સ રમે અને કોહલી ચોથા નંબરે બેટિંગ કરે તેવી સંભાવના
ભારતીય ટીમ માટે ઓપનર્સની પસંદગી માથાનો દુખાવો બની ગઈ છે. રોહિત શર્મા કન્ફર્મ છે, પરંતુ લોકેશ રાહુલ અને શિખર ધવનમાંથી કોઈને પ્લેઈંગ 11માં રમાડવો તે પ્રશ્ન ટીમ મેનેજમેન્ટને સતાવે છે. કેપ્ટન વિરાટ કોહલીએ મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું હતું કે, "એવું પણ બની શકે છે કે ટીમ મેનેજમેન્ટ ત્રણેયને રમાડે. તેવામાં મારે ચોથા નંબરે બેટિંગ કરવી પડશે અને મને તેમ કરવામાં વાંધો નથી." જો તેમ થાય તો શ્રેયસ ઐયર પાંચમા ક્રમે રમશે અને છઠ્ઠા ક્રમે પંત આવશે. કોહલીએ કહ્યું કે, રાહુલ વિકેટકીપિંગ કરી શકે છે, પરંતુ અત્યારે અમે ફર્સ્ટ કીપર તરીકે પંતને જ જોઈ રહ્યા છીએ." જો ટીમ પંતને જ કીપર તરીકે રમાડે અને ત્રણેય ઓપનર્સ રમે તો માત્ર પાંચ બોલિંગ ઓપ્શન સાથે ઉતરશે!

માર્નસ લબુશેન ડેબ્યુ કરશે, ત્રીજા ક્રમે રમે છે કે ચોથા ક્રમે તે જોવાનું રહેશે
ઓસ્ટ્રેલિયા માટે ઈન-ફોર્મ માર્નસ લબુશેન ડેબ્યુ કરે તે નક્કી છે. પરંતુ ત્રીજા ક્રમે તે રમે છે કે સ્ટીવ સ્મિથ તે જોવાનું રહેશે. ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત જણાઈ છે. સ્પિન ઓલરાઉન્ડર એસ્ટન અગર પાંચમા બોલર તરીકે  કેવો દેખાવ કરે છે તે નિર્ણાયક પૂરવાર થશે.

પિચ રિપોર્ટ: કોહલીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, "વાનખેડે દેશની સૌથી સારી બેટિંગ વિકેટ છે." મેચમાં રનનો વરસાદ થાય તેવી સંભાવના છે. મુંબઈમાં ઝાકળ હંમેશા આવે છે, તેથી ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરશે.

ભારતની સંભવિત પ્લેઈંગ 11: શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (કેપ્ટન) સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, પીટર હેન્ડસકોમ્બ, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને એડમ ઝાંપા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો