ક્રિકેટ / રોહિત ટેસ્ટમાં કેવું પ્રદર્શન કરશે તે વાતો બંધ કરો અને તેને બેટિંગનો આનંદ લેવા દો: વિરાટ કોહલી

Stop talking about how Rohit will perform in the Test and let him enjoy batting: Virat Kohli

  • રોહિત શર્મા પ્રથમ ટેસ્ટમાં 176 અને 127 રનની ઇનિંગ્સ રમીને મેન ઓફ ધ મેચ બન્યો હતો
  • તે ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ ઓપનર છે જેણે પ્રથમ વખત ઓપનિંગ કરતા બંને દાવમાં સદી ફટકારી

Divyabhaskar.com

Oct 09, 2019, 03:45 PM IST
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ બુધવારે મીડિયાને કહ્યું હતું કે, રોહિત શર્માને ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટિંગનો આનંદ લેવા દેવો જોઈએ અને તેના ટેસ્ટ કરિયરને ચર્ચાનો વિષય ન બનાવવો જોઈએ. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે તેણે 176 અને 127 રનની ઇનિંગ્સ રમી હતી. તેના આ પ્રદર્શન થકી ભારત 203 રને મેચ જીત્યું હતું. તેમજ રોહિત ઓપનર તરીકેની પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
કોહલીએ કહ્યું કે, રોહિતે સારો દેખાવ કર્યો છે અને હવે તેને ટોપ ઓર્ડરમાં બેટિંગનો આનંદ લેવા દેવો જોઈએ. રોહિત ટેસ્ટમાં કેવું પ્રદર્શન કરશે તે વાતો બંધ કરો, તે સારા માઈન્ડસેટમાં છે, બહુ સરસ બેટિંગ કરી રહ્યો છે અને વ્હાઇટ બોલ ક્રિકેટની જેમ નિયંત્રણમાં છે.
રોહિતના લીધે ટીમ જીત માટે રમી શકે છે
કોહલીએ કહ્યું કે, પ્રથમ ટેસ્ટમાં રોહિત આરામથી બેટિંગ કરી રહ્યો હતો. તેના અનુભવના લીધે તે અન્ય કોઈ મેચની જેમ રમી રહ્યો હતો અને ટેસ્ટમાં નવી શરૂઆત કરી રહ્યો હોય તેમ લાગતું ન હતું. તેનું ફોર્મ અને સારું માઈન્ડસેટ ટીમ માટે બોનસ છે. જે રીતે તેણે બીજા દાવમાં બેટિંગ કરી, બોલર્સને વિરોધી ટીમને ઓલઆઉટ કરવા માટે દોઢથી બે ક્લાસનો સમય વધુ મળે છે. તેથી તેની હાજરીથી અમે ચોથા અને પાંચમા દિવસે આક્રમક રમત રમીને જીત માટે જઈ શકીએ છીએ. અમે તેના માટે બહુ ખુશ છીએ.
ભારતમાં અશ્વિન અને જાડેજા ફર્સ્ટ ચોઈસ સ્પિનર્સ
કોહલીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમારા પ્લેઈંગ કોમ્બિનેશન વિશે બહુ વાતો થઇ છે. અમારા માટે જીતવું સૌથી મહત્ત્વનું છે. અમે તેમ કરવામાં સફળ રહ્યા છીએ. અમારો લૂઝિંગ (હારવાનો) રેશિયો સૌથી ઓછો છે. એક ટીમ તરીકે અમે ફ્લેક્સિબલ છીએ. ભારતમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સ્પિનર્સ તરીકે અમારી પ્રથમ પસંદ છે. તેઓ નીચલા ક્રમે ઉપયોગી યોગદાન પણ આપી શકે છે. જેમ મેં કહ્યું, અમારા માટે કોમ્બિનેશન મહત્ત્વનું છે અને અમે તે પ્રમાણે ટીમમાં ફેરફાર કરીએ છીએ.
X
Stop talking about how Rohit will perform in the Test and let him enjoy batting: Virat Kohli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી