ટેસ્ટ રેન્કિંગ / સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને યથાવત, વિરાટ કોહલી કરતા 34 પોઇન્ટ આગળ

Steve Smith remained unchanged in the first place, 34 points ahead of Virat Kohli

  • સ્ટીવ સ્મિથ 937 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, કોહલી 903 પોઇન્ટ સાથે બીજા સ્થાને
  • પેટ કમિન્સ 914 પોઇન્ટ સાથે બોલર્સ રેન્કિંગમાં પ્રથમ સ્થાને, બીજા સ્થાને વિરાજમાન રબાડા કરતા 63 પોઇન્ટ આગળ 

Divyabhaskar.com

Sep 10, 2019, 03:43 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્ટીવ સ્મિથે આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં નંબર વન સ્થાન પર ભારતના સુકાની વિરાટ કોહલી ઉપર પોતાની લીડ લંબાવી છે. મંગળવારે રેન્કિંગ જાહેર થયું હતુ. સ્મિથને હવે કોહલી કરતા 34 પોઇન્ટ આગળ છે. 30 વર્ષીય સ્મિથે ચોથી ટેસ્ટમાં 293 (211+82) રન કર્યા હતા અને પરિણામે તેના અને કોહલી વચ્ચેનું અંતર વધી ગયું છે. પાંચમી ટેસ્ટ પછી પણ સ્મિથ ટોચનું સ્થાન જાળવી રાખે તે લગભગ નક્કી છે.

બોલરોની રેન્કિંગમાં કાંગારું ફાસ્ટ બોલર પેટ કમિન્સ ટોચના સ્થાને છે. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધની ચોથી ટેસ્ટમાં સાત વિકેટ લીધી હતી અને પરિણામે, બીજા ક્રમાંકિત દક્ષિણ આફ્રિકાના કગીસો રબાડા કરતા 63 પોઇન્ટ આગળ છે. ભારતનો જસપ્રિત બુમરાહ ત્રીજા સ્થાને છે. જોશ હેઝલવુડે તેની કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ ટેનમાં પ્રવેશ કર્યો છે. તે આઠમા સ્થાને પહોંચ્યો છે.

અફઘાનિસ્તાનના ખેલાડીઓને રેન્કિંગમાં ફાયદો થયો
બાંગ્લાદેશ સામે 224 રનની અફઘાનિસ્તાનની જીત બાદ તેના ખેલાડીઓને મોટો ફાયદો થયો છે. અફઘાનના સુકાની રાશિદ ખાનના ખેલાડીએ 104 રન આપીને 11 વિકેટ લીધી હતી. તે બોલર્સ રેન્કિંગમાં 69મા સ્થાનથી 37મા ક્રમે આવી ગયો છે. ભૂતપૂર્વ અફઘાન કેપ્ટન અસગર અફઘાન 92 અને 50 રનની ઇનિંગ્સ રમ્યા પછી 110થી 63મા સ્થાન પર પહોંચી ગયો છે. જ્યારે પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર રહેમત શાહ 28 સ્થાનના ફાયદા સ્થાને 65મા સ્થાને પહોંચી ગયો છે.

ટેસ્ટમાં ટોપ-5 બેટ્સમેન:

ક્રમ ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 937
2 વિરાટ કોહલી ભારત 903
3 કેન વિલિયમ્સન ન્યૂઝીલેન્ડ 878
4 ચેતેશ્વર પુજારા ભારત 825
5 હેનરી નિકોલસ ન્યૂઝીલેન્ડ 749

ટોપ-5 બોલર્સ:

ક્રમ ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા 914
2 કગીસો રબાડા દક્ષિણ આફ્રિકા 851
3 જસપ્રીત બુમરાહ ભારત 835
4 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ 814
5 વરનોન ફિલેન્ડર દક્ષિણ આફ્રિકા 813

ટોપ-5 ઓલરાઉન્ડર્સ:

ક્રમ ખેલાડી દેશ પોઈન્ટ્સ
1 જેસન હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝ 472
2 શાકિબ અલ હસન બાંગ્લાદેશ 397
3 રવિન્દ્ર જાડેજા ભારત 389
4 બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ 387
5 વરનોન ફિલેન્ડર દક્ષિણ આફ્રિકા 326
X
Steve Smith remained unchanged in the first place, 34 points ahead of Virat Kohli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી