• Home
  • Sports
  • Cricket
  • Stay tuned to India's series win in the midst of rain and watch Bangladesh's historic win

રાજકોટ / વરસાદની આંશકા વચ્ચે ભારતની સીરિઝમાં જીવંત રહેવા અને બાંગ્લાદેશની ઐતિહાસિક જીત પર નજર

Stay tuned to India's series win in the midst of rain and watch Bangladesh's historic win
Stay tuned to India's series win in the midst of rain and watch Bangladesh's historic win

  •  ત્રણ મેચની સીરિઝમાં બાંગ્લાદેશ 1-0થી આગળ, બીજી ટી20નું આજે સાંજે 7 વાગે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ
  •  બુધવારે સાંજે 6:30થી 7 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ પડ્યો, ગ્રાઉન્ડમાં પાણી ભરાયાં
  •  રાજકોટમાં ભારતનો 50-50 રેકોર્ડ, બેમાંથી એક ટી20 જીત્યું અને એક હાર્યું

Divyabhaskar.com

Nov 07, 2019, 09:22 AM IST

રાજકોટ: ભારતીય ક્રિકેટ ટીમ આજે રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે ત્રણ ટી-20 સીરિઝની બીજી મેચ રમશે. વાવાઝોડાની આંશકા અને પ્રથમ દાવમાં ફરી એકવાર ફેલિયરના ભય વચ્ચે રોહિત અને ટીમ શ્રેણીમાં વાપસી કરવા પૂરેપૂરો દમ લગાવશે. બુધવારે સાંજે અપેક્ષા અનુસાર અર્ધી કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો.

વાવાઝોડાની સંભાવના હોવાથી બુધવારે બપોરથી જ પિચને કવર કરવામાં આવી હતી. BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહે કહ્યું , "ગુરુવારે સવારે વરસાદની સંભાવના છે અને અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે." બાંગ્લાદેશની ટીમે બુધવારે સવારે અને ભારતીય ટીમે બપોરે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી.

રાજકોટમાં ઇન્ડિયાનો 50-50 રેકોર્ડ
ભારતીય ટીમ રાજકોટમાં બે વાર ટી20 મેચ રમી છે. ટીમે 2013માં મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવ્યું હતું. 202 રન ચેઝ કરતા ભારતે યુવરાજસિંહના 35 બોલમાં 77* રન થકી 2 બોલ બાકી રાખીને મેચ જીતી હતી. તે પછી 2017માં વિરાટ હેઠળ ન્યૂઝીલેન્ડ સામે 197 રનનો પીછો કરતાં ટીમ 156 રન જ કરી શકી હતી.

ટી-20માં ભારતનો દેખાવ માભા પ્રમાણે રહ્યો નથી
ભારત ટેસ્ટમાં વર્લ્ડ નંબર 1 છે. પરંતુ સૌથી ટૂંકા ફોર્મેટમાં ચેમ્પિયન બનવા ટીમને લાંબો રસ્તો કાપવાનો બાકી છે. ભારત આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે સીરિઝ હાર્યું હતું અને દક્ષિણ આફ્રિકા સામે સીરિઝ ડ્રો રહી હતી. ભારતની બેન્ચ સ્ટ્રેન્થ પાસે પોતાની પ્રતિભા સાબિત કરવા આ સારી તક છે.

ધવનની સ્ટ્રાઈક રેટ ચિંતાનો વિષય
ભારત માટે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની સ્ટ્રાઈક રેટ ચિંતાનો વિષય છે. ગઈ મેચની જેમ ધવન 42 બોલ (41 રન) ઉભો રહીને 100થી ઓછાની સ્ટ્રાઈક રેટે બેટિંગ કરે તે ચાલે એમ નથી. ગુરુવારે ધવનની બેટિંગ બંને ટીમ વચ્ચે હાર અને જીતનું અંતર બની શકે છે. કપ્તાન રોહિત શર્માનું માનવું છે કે રાજકોટમાં તે અને તેનો સાથી ટીમને ધમાકેદાર શરૂઆત અપાવશે. પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે કહ્યું કે, જો ધવન આગામી બંને મેચમાં સારો દેખાવ ન કરે તો ટીમમાં પોતાનું સ્થાન ગુમાવી શકે છે.

ખલીલ અહેમદની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક મળી શકે
અહેમદે ગઈ મેચમાં 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. તેમજ તેની પેંલ્ટીમેટ ઓવરમાં મુશફિકર રહિમે સતત ચાર ચોક્કા માર્યા હતા. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. સ્પિનર્સ રન રોકવાની સાથે વિકેટ લેવા પર ધ્યાન આપે તે અગત્યનું છે.

બાંગ્લાદેશની ટીમ સારી લયમાં છે
દિલ્હીમાં મેચ જીત્યા પછી મોમેન્ટમ બાંગલાદેશ પાસે છે. તેમણે બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સારો દેખાવ કર્યો હતો. બેટિંગમાં તમીમ ઇકબાલ અને શકિબ અલ હસનની ગેરહાજરીમાં રહીમ ટીમને લીડ કરશે. તેણે 60 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે બોલિંગમાં ફરી એકવાર યુવા બોલર્સ અમીનુલ ઇસ્લામ અને સફીયુલ ઇસ્લામ પાસે સારા દેખાવની આશા રહેશે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ક્રુનાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, દિપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દુબે , શાર્દુલ ઠાકુર.

બાંગ્લાદેશ ટીમ: મહમ્મદુલ્લાહ (કેપ્ટન), સૌમ્ય સરકાર, મોહમ્મદ નઇમ, આફિફ હુસેન, મોસાદદેક હુસેન, અમીનુલ ઇસ્લામ, અબુ હૈદર રોની, લિંટન દાસ, મુશફિકર રહીમ, મોહમ્મદ મિથુન, અરાફાત સની, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન, શફીઉલ ઇસ્લામ અને તૈજુલ ઇસ્લામ

X
Stay tuned to India's series win in the midst of rain and watch Bangladesh's historic win
Stay tuned to India's series win in the midst of rain and watch Bangladesh's historic win

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી