કેરેબિયન પ્રીમિયર લીગ / સેન્ટ કિટ્સે જમૈકા સામે 242 રનનો ટાર્ગેટ 7 બોલ બાકી રાખીને ચેઝ કર્યો, લુઈસે 17 બોલમાં ફિફટી ફટકારી

St. Kitts chase a target of 242 against Jamaica with 7 balls remaining, Lewis hits a fifty off 17 balls.

  • ક્રિસ ગેલે 62 બોલમાં 116 રન ફટકારતા જમૈકાએ પ્રથમ દાવમાં 4 વિકેટ ગુમાવીને 241 રન કર્યા
  • જવાબમાં સેન્ટ કિટ્સે ડેવન થોમસના 71 અને એવીન લુઈસના 53 રન થકી 4 વિકેટે મેચ જીતી
  • આ ટી-20 ક્રિકેટના ઇતિહાસનો બીજો સૌથી સફળ રનચેઝ, મેચમાં રેકોર્ડ 37 સિક્સ ફટકારવામાં આવી હતી

Divyabhaskar.com

Sep 11, 2019, 12:15 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કેરેબિયન પ્રીમિયર લીગની 7મી મેચમાં સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સે જમૈકા તલ્લાવા સામે દિલધડક મુકાબલામાં 242 રન ચેઝ કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા જમૈકાએ ક્રિસ ગેલના 116 રન થકી 4 વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા. ઇનિંગ્સ બ્રેકમાં વિશાળ જણાતા લક્ષ્યને સેન્ટ કીટ્સે 7 બોલ બાકી રાખીને 4 વિકેટે ચેઝ કર્યો હતો. તેમના માટે ડેવન થોમસે 71 અને એવીન લુઇસે 53 રન મારીને રનચેઝ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

સેન્ટ કિટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ 39 વર્ષીય યુનિવર્સ બોસે 62 બોલમાં 10 છગ્ગા અને 7 ચોક્કાની મદદથી 116 રન કર્યા હતા. તે છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. ગેલની આ ટી-20માં 22મી સદી હતી, કેરેબિયન પ્રીમિયર લીગમાં ચોથી સદી હતી. તે ટી-20માં હાઈએસ્ટ રન સ્કોરર છે. તેણે 386 મેચમાં 22 સદી અને 80 ફિફટીની મદદથી 12952 રન કર્યા છે. ગેલે સી વોલ્ટન સાથે બીજી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી હતી. જે કેરેબિયન લીગમાં સર્વાધિક ભાગીદારી છે.

સેન્ટ કિટ્સની શાનદાર શરૂઆત, પાવરપ્લેમાં 89 રન કર્યા
રનચેઝ દરમિયાન સેન્ટ કિટ્સે જોરદાર શરૂઆત કરી હતી. તેમણે એવીન લુઈસની ફિફટી થકી પાવરપ્લે એટલે કે પ્રથમ 6 ઓવરમાં 89 રન ફટકાર્યા હતા. લુઇસે 17 બોલમાં પોતાના ટી-20 કરિયરની 26મી ફિફટી ફટકારી હતી. તેણે 18 બોલમાં 6 છગ્ગા અને 3 ચોક્કાની મદદથી 53 રન કર્યા હતા અને મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેનો સાથ આપતા ડેવન થોમસે 40 બોલમાં 8 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 71 રન કર્યા હતા. જમૈકા માટે ઓશેન થોમસે 4 વિકેટ લીધી હતી પરંતુ તે સાથે તેણે 4 ઓવરમાં 53 રન પણ આપી દીધા હતા. મેચમાં બંને ટીમે કુલ 37 સિક્સ ફટકારી હતી, જે ટી-20માં સૌથી વધુ સિક્સનો જોઈન્ટ નવો રેકોર્ડ છે. અગાઉ 2018માં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં લેજેન્ડસ અને કાબુલ વચ્ચેની મેચમાં 37 સિક્સ નોંધાણી હતી.

ટી-20માં સૌથી વધુ સદી

  • ક્રિસ ગેલ: 22
  • માઈકલ કલિંગર: 8
X
St. Kitts chase a target of 242 against Jamaica with 7 balls remaining, Lewis hits a fifty off 17 balls.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી