• Gujarati News
  • National
  • Smith Is The World's First Batsman To Score 50+ In 10 Consecutive Innings Against A Country

સ્મિથ એક દેશ વિરુદ્ધ સતત 10 ઈનિંગ્સમાં 50+નો સ્કોર કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગ્સમાં 225 રન પર ઓલઆઉટ, સ્ટિવ સ્મિથે 80 રન કર્યા
  • ઈંગ્લેન્ડના બીજી ઈનિંગ્સમાં વિના વિકેટે 9 રન
  • ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગ્સના આધારે 69 રનની લીડ મળી, કુલ લીડ 78 રનની થઈ

ઓવલ: સ્ટિવ સ્મિથ (80)નું એશિઝમાં શાનદાર પ્રદર્શન યથાવત છે. તેણે પ્રથમવાર એશિઝ સીરિઝમાં 700+ રનનો આંક પાર કર્યો. તે અત્યાર સુધી 751 રન કરી ચૂક્યો છે. તેણે કરિયરમાં બીજીવાર એક સીરિઝમાં 700+ રન કર્યા છે. આ અગાઉ ભારત વિરુદ્ધ સ્મિથે 2014માં સ્મિથે 4 ટેસ્ટની 8 ઈનિંગ્સમાં 769 રન કર્યા હતા. તે એક દેશ વિરુદ્ધ સતત 50+ રન કરનાર પ્રથમ ખેલાડી છે. આ અગાઉ પાક.ના ઈન્ઝમામે ઈંગ્લેન્ડ વિરુદ્ધ અને વિન્ડીઝના ક્લાઈવ લૉયડે પણ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સતત 9 ઈનિંગ્સમાં 50+નો સ્કોર કર્યો હતો. 

ઈંગ્લેન્ડની ટીમ 294માં ઓલઆઉટ થઈ
ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 225 રનમાં ઓલઆઉટ થઈ હતી. ઝડપી બોલર જોફ્રા આર્ચરે 6 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગ્સમાં 69 રન કર્યા હતા અને બીજી ઈનિંગ્સમાં તેણે વિના વિકેટે 9 રન કરી લીધા છે. આ રીતે તેની લીડ મળી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ઈનિંગ્સમાં 8 વિકેટના ભોગે 271 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને ટીમ 294માં ઓલઆઉટ થઈ હતી. લીચને આઉટ કરી માર્શે ઈનિંગ્સમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી નહોતી રહી. વોર્નર (5) અને હેરિસ (3) 14 રનના કુલ સ્કોર પર આઉટ થયા હતા. સ્મિથે લબુચાને (48) સાથે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી હતી.

142 વર્ષમાં પ્રથમવાર કોઈ બેટ્સમેન 8 વાર સિંગલ ડિજિટમાં આઉટ થયો
વોર્નરનું સીરિઝમાં ખરાબ પ્રદર્શન પણ યથાવત્ જ છે. તે છેલ્લી 9 ઈનિંગ્સમાં 84 રન જ કરી શક્યો છે. તેમાં અડધી સદી સામેલ છે. 142 વર્ષના ટેસ્ટમાં પ્રથમવાર કોઈ બેટ્સમેન એક સીરિઝમાં 8 વાર સિંગલ ડિજિટમાં આઉટ થયો.