એશિઝ / સ્મિથે સીરિઝમાં 671 રન કર્યા, છેલ્લી ટેસ્ટમાં બ્રેડમેનનો 89 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે

Smith hits 671 in series, Bradman's 89-year-old record in last test may be broken

  • ત્રણ ટેસ્ટ મેચની પાંચ ઇનિંગ્સમાં સ્મિથે 671 રન બનાવ્યા, ત્રણ સદી ફટકારી
  • બ્રેડમેને એક સીરિઝમાં સૌથી વધુ 974 રન કર્યા છે, સ્મિથ 304 રન પાછળ

Divyabhaskar.com

Sep 11, 2019, 06:55 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: એશિઝ સીરિઝની અંતિમ અને પાંચમી ટેસ્ટ ઓવલ ખાતે 12 સપ્ટેમ્બરના રોજ રમાશે. આ મેચ ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ માટે મહત્ત્વની સાબિત થઇ શકે છે. તે જો 304 રન ફટકારે તો સર ડોન બ્રેડમેનનો 89 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે. બ્રેડમેને 1930માં પાંચ મેચની સીરિઝમાં 974 રન કર્યા હતા. તે એશિઝની સાથે જ કોઈ પણ સીરિઝમાં એક બેટ્સમેન દ્વારા કરેલા સૌથી વધુ રન છે.

સ્મિથે ઇંગ્લેન્ડ વિરુદ્ધ એશિઝમાં ત્રણ ટેસ્ટમાં 134.20ની એવરેજથી 671 રન કર્યા છે. તેણે આ દરમિયાન 1 બેવડી સદી, 2 સદી અને 2 ફિફટી મારી છે. ખાસ વાત એ છે કે બીજી ટેસ્ટમાં કન્કશનના લીધે બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરી શક્યો ન હતો. તે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો. તેમ છતાં તે સીરિઝમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન છે. બ્રેડમેનનો રેકોર્ડ તોડવા માટે તેને અંતિમ ટેસ્ટમાં 304 રનની જરૂર છે.

પ્રતિબંધ પછી જબરદસ્ત વાપસી કરી
માર્ચ 2018માં બોલ ટેમ્પરિંગ વિવાદ પછી સ્મિથે 12 મહિનાના પ્રતિબંધનો સામનો કર્યો હતો. તે પછી તેણે ઓગસ્ટ 2019માં એશિઝથી વાપસી કરી હતી. એશિઝ શરૂ થાય ત્યારે તે ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને હતો. ચાર ટેસ્ટ પછી તે વિરાટ કોહલીને પાછળ છોડીને વર્લ્ડનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. વિરાટ જે 13 મહિના નંબર 1 બેટ્સમેન રહ્યો હતો તે અત્યારે સ્મિથથી 34 પોઇન્ટ પાછળ છે.

X
Smith hits 671 in series, Bradman's 89-year-old record in last test may be broken
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી