BCCIની બેઠક / ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે લોઢા કમિટીની ભલામણોમાં બદલાવને મંજૂરી, ICCમાં હવે જય BCCIના શાહ

BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી(વચ્ચે)
BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી(વચ્ચે)
રવિવારે મુંબઈમાં આયોજિત એજીએમની બેઠક દરમિયાન બોર્ડના અધિકારી
રવિવારે મુંબઈમાં આયોજિત એજીએમની બેઠક દરમિયાન બોર્ડના અધિકારી

  • સુપ્રીમ કોર્ટ બોર્ડના પ્રસ્તાવને મંજૂરી આપે તો આગામી વર્ષે જુલાઇમાં ખતમ થઇ રહેલો ગાંગુલીનો કાર્યકાળ 2024 સુધી વધારી શકાય છે
  • બોર્ડના વર્તમાન બંધારણ પ્રમાણે 3-3 વર્ષના બે કાર્યકાળ પૂરા કરવા પર અધિકારી માટે અનિવાર્ય બ્રેક લેવો જરૂરી

Divyabhaskar.com

Dec 02, 2019, 02:39 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ) રવિવારે મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી. તેમાં લોઢા કમિટીની ભલામણોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો જેથી ઉચ્ચ પદો પર બેઠેલા અધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય. પ્રસ્તાવ હવે સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજૂરી મળશે તો BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ વધી શકે છે. સૌરવ ગાંગુલીને ઓક્ટોબરમાં અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને તેમનો 9 મહિનાનો કાર્યકાળ આગામી વર્ષે જુલાઈમાં ખતમ થઇ રહ્યો છે. પ્રસ્તાવને મંજૂરી બાદ તેમનો કાર્યકાળ 2024 સુધી વધી શકે છે.

ICCમાં હવે જય BCCIના શાહ
બીસીસીઆઈની રવિવારે મુંબઈમાં મળેલી એજીએમમાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો. જે મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહનું કદ વધી ગયું છે. તેઓ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ સમિતિ (આઈસીસી)ની ચીફ એક્ઝિક્યુટિવ સમિતિની બેઠકમાં બોર્ડના પ્રતિનિધિ તરીકે જશે. અત્યાર સુધી ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરી બોર્ડના પ્રતિનિધિ તરીકે આઈસીસીની બેઠકમાં ભાગ લેવા જતા હતા. જો કે આઈસીસીની બોર્ડની બેઠકમાં કોને મોકલવામાં આવશે તે અંગે નિર્ણય હજુ લેવાયો નથી. ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ 2024 સુધી વધી શકે છે.

કુલ 6 વર્ષ સુધી કોઇ પણ અધિકારી પદ પર રહી શકે છે
સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત બંધારણ પ્રમાણે જો કોઇ અધિકારી BCCI અથવા રાજ્ય સંઘમાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરે તો તેને ત્રણ વર્ષનો જરૂરી બ્રેક (કૂલિંગ ઓફ પીરિયડ) લેવો પડશે. ગાંગુલી બંગાલ ક્રિકેટ બોર્ડના 5 વર્ષ અને 3 મહિના સુધી અધ્યક્ષ રહી ચૂક્યા છે. ઓક્ટોબરમાં તેમને BCCIના અધ્યક્ષ તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતા. તેથી તેમનો માત્ર 9 મહિનાનો કાર્યકાળ વધ્યો હતો.

કૂલિંગ ઓફ પીરિયડ ખતમ થઇ શકે છે
મિટીંગમાં લોઢા કમિટીની ભલામણોમાં સુધાર કરીને કૂલિંગ ઓફ પીરિયડ ખતમ કરવા પર ચર્ચા થઇ હતી. પદાધિકારી ઇચ્છે છે કે બ્રેક બોર્ડ અને રાજ્યસંઘમાં બે કાર્યકાળ અલગ-અલગ પૂરા કરવા પર થાય. જોકે કૂલિંગ ઓફ પીરિયડ પર શું નિર્ણય થયો તે હજુ સ્પષ્ટ નથી થયું.

ICCમાં દબદબો વધારવા માટે 70 વર્ષની ઉંમરની મર્યાદાનો નિયમ ખતમ થાય
છેલ્લા ત્રણ વર્ષમાં ICCમાં BCCIનો દબદબો ઘણો ઓછો થયો છે. બોર્ડ ઇચ્છે છે કે 70 વર્ષની ઉંમર મર્યાદાનો નિયમ લાગૂ ન થાય. બોર્ડનું માનવું છે કે ICCમાં કોઇ અનુભવી વ્યક્તિ BCCIનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્થિતિમાં પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસનનો BCCI તરફથી ICCની બેઠકમાં ભાગ લેવાનો રસ્તો સ્પષટ થઇ શકે છે.

X
BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી(વચ્ચે)BCCIની એન્યુઅલ જનરલ મીટિંગ(એજીએમ)માં સૌરવ ગાંગુલી(વચ્ચે)
રવિવારે મુંબઈમાં આયોજિત એજીએમની બેઠક દરમિયાન બોર્ડના અધિકારીરવિવારે મુંબઈમાં આયોજિત એજીએમની બેઠક દરમિયાન બોર્ડના અધિકારી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી