તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર 76 વર્ષ પછી ચેમ્પિયન બન્યું, પ્રથમ ઇનિંગ્સમાં લીડના આધારે વિજેતા જાહેર થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સૌરાષ્ટ્ર 1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું
 • અગાઉ બંને વખત ફાઇનલમાં બંગાળને જ માત આપી હતી
 • સૌરાષ્ટ્ર (425)ને પ્રથમ ઇનિંગ્સમાં બંગાળને 381 રનમાં ઓલઆઉટ કરીને 44 રનની લીડ મળી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના કારણે ટેક્નિકલ રીતે ચેમ્પિયન બની ગયું છે. સૌરાષ્ટ્રની ટીમ 76 વર્ષ પછી રણજી ચેમ્પિયન બની છે. સૌરાષ્ટ્ર  1936માં નવાનગર તરીકે અને 1943માં વેસ્ટર્ન ઇન્ડિયા તરીકે રમીને ચેમ્પિયન બન્યું હતું. અગાઉ બંને વખત ફાઇનલમાં બંગાળને માત આપી હતી. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે. સૌરાષ્ટ્રે બીજી ઇનિંગ્સમાં 4 વિકેટે 105 રન કર્યા હતા. તે પછી ટી બ્રેક સમયે બંને કપ્તાને હાથ મિલાવી લીધા હતા.

સતત ત્રીજીવાર બંગાળ સામે રણજી ચેમ્પિયન, ત્રણેય વખત અલગ-અલગ નામ સાથે
1936-37માં બર્ટ વેન્સ્લી નામના બ્રિટિશ સરકારના અધિકારીએ નવાનગરની કેપ્ટનશીપ કરીને ટીમને ફાઇનલમાં બંગાળ સામે રણજી ચેમ્પિયન બનાવી હતી. જ્યારે 1943-44માં બ્રિટિશ સરકારના કેપ્ટન હર્બર્ટ બેરેટે જામસાહેબ રણજીતસિંહના આગ્રહથી વેસ્ટર્ન ઈન્ડિયાની કેપ્ટનશીપ સંભાળી અને બંગાળ સામે ફાઇનલમાં ટીમ જીતી હતી.

પાંચમા દિવસે બંગાળે 27 રનમાં 4 વિકેટ ગુમાવી

 • પાંચમા દિવસની શરૂઆત થઇ ત્યારે બંગાળ સૌરાષ્ટ્ર કરતા 72 રન પાછળ હતું અને તેની 4 વિકેટ બાકી હતી. અનુસ્તૂપ મજુમદાર ફિફટી મારીને બેટિંગ કરી રહ્યો હોવાથી હોમ ટીમ માટે લીડ મેળવી અઘરી પડશે તેમ જણાતું હતું. જોકે સીઝનમાં 65 વિકેટ મેળવનાર કેપ્ટન જયદેવ ઉનડકટે ટીમને જરૂર હતી ત્યારે ફરી એકવાર તરખાટ મચાવ્યો હતો. જયદેવનો ફૂલ બોલ ઓફ-સ્ટમ્પ પાસે પિચ થયો અને અંદર આવ્યો. મજુમદાર ખોટી લાઈનમાં રમ્યો અને એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો જોકે અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો નહોતો. મઝુમદારે 151 બોલમાં 8 ફોરની મદદથી 63 રન કર્યા હતા.
 • ઉનડકટની ગેમ-અવેરનેસ: મજુમદાર આઉટ થયો તેના એક બોલ પછી ઉનડકટની જ બોલિંગમાં આકાશદીપ બીટ થયો હતો. કીપર હાર્વિકે તે ક્રિઝની બહાર ઉભો હોવાથી થ્રો માર્યો હતો પરંતુ ચૂકી ગયો હતો. ઉનડકટે બોલ કલેક્ટ કર્યો અને ફરીથી થ્રો માર્યો, બધાના આશ્ચર્ય વચ્ચે આકાશ હજી ક્રિઝની બહાર હતો અને તેને પેવેલિયન ભેગું થવું પડ્યું હતું.
 • ધર્મેન્દ્રસિંહ જાડેજાની બોલિંગમાં મુકેશ કુમાર 5 રને શોર્ટ-લેગમાં વિશ્વરાજના હાથે કેચ આઉટ થયો હતો. અમ્પાયરે મુકેશને નોટઆઉટ આપ્યો હતો. ઉનડકટને આ અંગે ખ્યાલ નહોતો પરંતુ બોલર જાડેજાને વિશ્વાસ હતો કે બેટ્સમેન આઉટ છે. તેના કહેવા પર ઉનડકટે રિવ્યુ લીધો અને બંગાળની નવમી વિકેટ પડી. 11મા ક્રમે આવેલો ઈશાન પોરેલ ઉનડકટની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. ટીમને એકલા હાથે ફાઇનલ સુધી પહોંચાડનાર કેપ્ટને જ અંતિમ વિકેટ લીધી!
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો