તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sanju Samson Record Most T20Is Missed Between 2 India Appearances,highest Difference Of 73 Matches Between Two T20s

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજુ સેમસનના નામે અનોખો ભારતીય રેકોર્ડ, 2 T-20 વચ્ચે સૌથી વધુ 73 મેચનું અંતર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજુ સેમસન. -ફાઈલ ફોટો - Divya Bhaskar
સંજુ સેમસન. -ફાઈલ ફોટો
  • ઉમેશ યાદવ સૂચિમાં બીજા સ્થાને, તેને 65 મેચ પછી પ્લેઈંગ 11માં તક મળી હતી
  • વર્લ્ડમાં રેકોર્ડ ઇંગ્લેન્ડના જોઈ ડેનલીના નામે છે, તેને 79 T-20 પછી ટીમમાં જગ્યા મળી હતી
  • વિકેટકીપર સેમસને 2 T-20 ઇન્ટરનેશનલમાં કુલ 25 રન બનાવ્યા છે
  • સેમસન આ પહેલા 19 જુલાઈ 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે હરારેમાં રમ્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક: વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને શુક્રવારે શ્રીલંકા વિરુદ્ધ પુણેમાં T-20માં અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 2015થી ટીમ ઇન્ડિયાની બહાર સેમસનને 73 T-20 પછી પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું હતું. ઉમેશ યાદવ આ સૂચિમાં બીજા સ્થાને છે. તેને 2012થી 2018ની વચ્ચે 65 મેચ સુધી દેશ માટે રમવાની તક મળી નહોતી અને ત્યારબાદ રમ્યો હતો.


વર્લ્ડમાં આ રેકોર્ડ જોઈ ડેનલીના નામે છે. તેને 2010થી 2018 દરમિયાન 79 મેચો સુધી રાહ જોવી પડી હતી. આ લિસ્ટમાં સેમસન ચોથા સ્થાને છે. તેણે કરિયરની બે T-20માં કુલ 25 રન કર્યા છે. સેમસન આ પહેલા 19 જુલાઈ 2015ના રોજ ઝિમ્બાબ્વે સામે હરારેમાં રમ્યો હતો.

ગઈ બે સીરિઝથી સ્ક્વોડમાં હતો પરંતુ એકપણ મેચ રમ્યો નહીં
કેરળના સેમસને ગયા વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેને બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરિઝમાં સ્ક્વોડમાં જગ્યા મળી હતી. પરંતુ બંને સીરિઝની એકપણ મેચમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની તક મળી નહોતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો