પ્રોત્સાહન / સચિને મોદીનો આભાર માન્યો, માલદીવને ટૂંક સમયમાં ક્રિકેટ મેપ પર જોવાની આશા વ્યક્ત કરી

Divyabhaskar.com

Jun 12, 2019, 02:43 PM IST
Sachin expressed hope that the Maldives will soon be seen on the cricket map

  •  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલા માલદીવ પ્રવાસમાં રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને બેટ ગિફ્ટ કર્યું હતું 
  •  મોદીએ કહ્યું હતું કે, ભારત માલદીવમાં ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અને ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં પણ મદદ કરશે
     

સ્પોર્ટ્સ ડેસ્કઃ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે માલદીવ ક્રિકેટનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. સચિને મંગળવારે ટ્વીટ કર્યું કે, ક્રિકેટના પ્રચાર માટે નરેન્દ્ર મોદીજીનો આભાર. વર્લ્ડ કપ દરમિયાન આ ક્રિકેટ કૂટનીતિનું ઉત્તમ ઉદાહરણ છે. માલદીવની ટીમને ટૂંક સમયમાં જ ક્રિકેટના મેપ પર જોવાની આશા છે.

નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રા પર 8 જૂને માલદીવ પહોંચ્યા હતા. અહીં મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને ભારતીય ક્રિકેટ ટીમનું હસ્તાક્ષર વાળું બેટ પણ ગિફ્ટ આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ભારત માલદીવમાં ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ અને અહીંના ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં પણ મદદ કરશે.

બીસીસીઆઈની ટીમ માલદીવ પ્રવાસે ગઈ હતીઃ આ પહેલા રાષ્ટ્રપતિ સોલિહે ગેમના વિકાસ માટે ભારતની મદદ માગી હતી. વિદેશ મંત્રાલય અને બીસીસીઆઈ સાથે મળીને માલદીવના ક્રિકેટરોને ટ્રેનિંગ આપવાની યોજના પર કામ કરી રહ્યા છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે, ભારત આ દક્ષિણ એશિયાઈ દેશમાં એક સ્ટેડિયમ બનાવાની પણ તૈયારી કરી રહ્યું છે. બીસીસીઆઈની એક ટીમે આ વર્ષે મેની શરૂઆતમાં માલદીવનો પ્રવાસ કર્યો હતો.

X
Sachin expressed hope that the Maldives will soon be seen on the cricket map
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી