રેકોર્ડ / રોહિત શર્મા T20માં 2500+ રન કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો

 Rohit Sharma Becomes First Batsman To Score 2500 Runs in T20

Divyabhaskar.com

Nov 08, 2019, 10:57 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: રોહિત શર્મા (85) ટી20માં 2500+ રન કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. ટી20માં તેના 2537 રન થઇ ગયા છે. 72 મેચમાં 2450 રન સાથે બીજા નંબરે વિરાટ કોહલી છે. ન્યૂઝિલેન્ટના ગુપટીલે 82 મેચમાં 2359 રન કર્યા છે. રોહિતે 22મી વખત 50+નો સ્કોર કર્યો. તે અને કોહલી સૌથી વધુ 22-22 વખત આમ કરી ચૂક્યા છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 153 રન કર્યા. તેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 15.4 ઓવરમાં બે વિકેટે 154 રન કરીને મેચ જીતી લીધી. રોહિત પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. શ્રેણી 1-1થી સરભર થઇ ગઇ છે. ત્રીજી અને નિર્ણાયક મેચ 10 નવેમ્બરે નાગપુરમાં રમાશે.લીધી.


કેપ્ટન તરીકે છઠ્ઠી વખત 50+ રન


રોહિતે ટી20માં કેપ્ટન તરીકે છઠ્ઠી વખત 50+નો સ્કોર કર્યો. કોહલીએ પણ 6 વખત આમ કર્યું છે.
રોહિત-ધવનની ચોથી વખત શતકીય ભાગીદારી. વિશ્વમાં કોઇ જોડીએ આવું નથી કર્યું.
રોહિતે 10મી વખત 75+નો સ્કોર કર્યો. ક્રિસ ગેઇલ (8) બીજા ક્રમે છે.
ચેઝ કરીને ટીમ ઇન્ડિયાની આ 41મી જીત છે, સૌથી વધુ. ઓસ્ટ્રેલિયા (40) બીજા નંબરે.
ઓપનર તરીકે રોહિત (2061)ના 2000+ રન થઇ ગયા છે 2019માં. સેહવાગે (2255) 2009માં આમ કર્યું હતું.


ભારત તરફથી ત્રણેય ફોરમેટમાં 100મી મેચ રમવાનો રેકોર્ડ કેપ્ટને જ બનાવ્યો


ટેસ્ટ (17 ઓક્ટોબર 1984): સુનીલ ગાવસકર
વન ડે (20 માર્ચ 1987): કપિલ દેવ
ટી20 (7 નવેમ્બર 2019): રોહિત શર્મા

X
 Rohit Sharma Becomes First Batsman To Score 2500 Runs in T20
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી