• Home
  • Sports
  • Cricket
  • Latest News
  • Regarding the poor performance at the World Cup, Mohammad Nabi said, "The last minute change in captaincy had an impact on the team's performance"

ક્રિકેટ / વર્લ્ડ કપમાં ખરાબ દેખાવ અંગે મોહમ્મદ નાબીએ કહ્યું, "છેલ્લી ઘડીએ કપ્તાન બદલવામાં આવતા તેની અસર ટીમના પ્રદર્શન પર થઇ હતી"

રાશિદ ખાન અને મોહમ્મદ નાબી.
રાશિદ ખાન અને મોહમ્મદ નાબી.

Divyabhaskar.com

Sep 10, 2019, 01:40 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશ સામેની ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ઓલરાઉન્ડર મોહમ્મદ નાબીએ "આક્રમક" કેપ્ટન રાશિદ ખાનની પ્રશંસા કરી હતી. જ્યારે વર્લ્ડ કપમાં તેમના નબળા પ્રદર્શન અંગે કહ્યું હતું કે છેલ્લી ઘડીએ કપ્તાન બદલવામાં આવતા તેની અસર ટીમના પ્રદર્શન પર થઇ હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એપ્રિલમાં નવા નેતૃત્વ યુગની શરૂઆત કરી હતી, જેમાં રહેમત શાહ, ગુલબદીન નઈબ અને રાશિદને અનુક્રમે ટેસ્ટ, વનડે અને ટી -20 ટીમોની કપ્તાની સોંપવામાં આવી હતી. અસગર અફઘાનના કેપ્ટન તરીકેના ચાર વર્ષના કાર્યકાળનો અંત આવ્યો હતો.

નઈબે જીવનમાં કપ્તાની નહોતી કરી, તે વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કેવી રીતે કરી શકે: નાબી

  • અફઘાનિસ્તાન વર્લ્ડ કપમાં તેમની તમામ નવ મેચ હારી ગયું હતું. નઈબની કપ્તાની ભારે ટીકા થઇ હતી. ખાસ કરીને પાકિસ્તાન વિરુદ્ધ થ્રિલર દરમિયાન તેના ઓન-ફિલ્ડ નિર્ણયો કોઈને સમજાય નહીં તેવા હતા. સોમવારે બાંગ્લાદેશ સામેની જીત બાદ નાબીએ કહ્યું કે, ટીમનું કોમ્બિનેશન સૌથી મહત્ત્વનું છે.
  • "વર્લ્ડ કપમાં, બોર્ડના સભ્યોએ જૂના કેપ્ટનને પદ પરથી હટાવ્યો હતો તેથી કોમ્બિનેશન બગડ્યું હતું. રાશિદને કેપ્ટન તરીકે, અસગર અને હું સપોર્ટ કરીએ છીએ. તેણે ભૂમિકા માટે પણ તૈયાર કરી દીધી હતી.
  • "જો તમે વર્લ્ડ કપ પહેલા કપ્તાન બદલો છો, તો તમે ટીમને કેવી રીતે તૈયાર કરી શકો? નઈબે ક્યારેય પોતાના જીવનમાં કપ્તાની કરી ન હતી. તે વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કેવી રીતે કરી શકે? તેથી જ તે મુશ્કેલ હતું, અને ખેલાડીઓ મૂંઝાઈ ગયા હતા.
  • ' વર્લ્ડ કપમાં અમે ભારત, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ સામે અમે નજીકની મેચો હારી ગયા હતા. અમે હવે યુવાનોને તકો આપી રહ્યા છીએ; આ ટેસ્ટમાં ત્રણ ડેબ્યૂ થયા છે અને ટી -20 માં પણ ઘણા ડેબ્યૂ થશે. "
  • નાબી અને રાશિદે વર્લ્ડ કપ પહેલા કપ્તાની બદલાવનો વિરોધ કરવા ટ્વીટ કરી હતી. રાશિદે નિર્ણયને "બેજવાબદાર અને પક્ષપાતી" ગણાવ્યો હતો. વર્લ્ડ કપ પછી રાશિદને બધા ફોર્મેટ્સમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે અફઘાનને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.
  • રાશિદે હવે કપ્તાન તરીકેની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને મેચ જીતાડી છે. તેણે મેચમાં 11 વિકેટ ઝડપી અને અડધી સદી ફટકારીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો.
  • રાશિદના વખાણ કરતા નાબીએ કહ્યું કે, અમે યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. "અમે એક યુવા કેપ્ટનને લીડર બનાવ્યો છે, તે આક્રમક છે. તે (ટી-20માં) વિશ્વનો નંબર 1 બોલર છે. તેથી જ અમે બધા કેપ્ટનને ટેકો આપીએ છીએ. અમારા અધ્યક્ષ અને સીઈઓ, અમારા બોર્ડના સભ્યો સમર્થન આપે છે.
X
રાશિદ ખાન અને મોહમ્મદ નાબી.રાશિદ ખાન અને મોહમ્મદ નાબી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી