તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્પોર્ટ્સ ડેસ્ક: T-20 વર્લ્ડ કપમાં પસંદગીના સવાલનો જવાબ આપતા ભારતીય ઓપનર શિખર ધવને પુણે ખાતેની T-20 પછી કહ્યું કે, "આ મારો માથાનો દુખાવો નથી. ત્રણેય ઓપનર્સનો દેખાવ સારો છે. રોહિત શર્મા અને લોકેશ રાહુલ પણ ફોર્મમાં છે. આ સીરિઝમાં સારું પ્રદર્શન કરીને મેં પણ મારી દાવેદારી રજૂ કરી છે." ભારતે શ્રીલંકાને પુણે ખાતેની T-20માં 78 રને હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરી હતી. ધવને ઇન્દોર ખાતે 32 અને પુણે ખાતે 52 રન કર્યા હતા. ધવને કહ્યું કે, સિલેક્શન મારા હાથમાં નથી. મારા હાથમાં સારું પ્રદર્શન કરવાનું છે. હું સારું રમી પણ રહ્યો છું. બાકી બધું કોચ અને કપ્તાન પર નિર્ભર કરે છે.
ઇજા પછી વાપસી કરવી સરળ રહી
ઇજા પછી વાપસીના પ્રશ્નનો જવાબ આપતા ધવને કહ્યું કે, આ અઘરું નહોતું, કારણકે મને ખબર છે કે હું ઇજાના કારણે એક મહિના ક્રિકેટથી દૂર રહ્યો હતો. મેં ઓફ ધ ફિલ્ડ મારો ટાઇમ એન્જોય કર્યો હતો. તેમજ ટ્રેનિંગ પર ધ્યાન આપ્યું હતું. નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ આપ્યા પછી મેં રણજી ટ્રોફીથી વાપસી કરી અને ત્યાં પણ સારું રમ્યો હતો.
ત્રણેય ઓપનર શાનદાર ફોર્મમાં: કોહલી
કેપ્ટન કોહલીએ કહ્યું કે, ત્રણેય ઓપનર (ધવન, રાહુલ અને રોહિત) શાનદાર ફોર્મમાં છે. તેનાથી અમારી પાસે સારા વિકલ્પ રહે છે. પરંતુ મારુ માનવું છે કે ખેલાડીઓ વિરુદ્ધ ટિપ્પણી કરવાથી લોકોને રોકવા જોઈએ. આ એક ટીમ ગેમ છે. હું ખેલાડીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કોમેન્ટનું સમર્થન કરતો નથી.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.