IPL / બેંગ્લોરની ટીમે વેલેન્ટાઈન-ડે પર નવો લોગો લોન્ચ કર્યો, કેપ્ટન કોહલીએ ટ્વીટ કર્યું- 'લોગો' કા કામ હૈ કહેના

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો લોગો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો લોગો.

  • વિરાટે કહ્યું- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો લોગો જોઈને રોમાંચિત છું
  • RCBના ચેરમેન સંજીવ ચૂડીવાલાએ કહ્યું- સિંહની શાહી પરિવારમાં વાપસી થઇ
  • IPLની 13મી સીઝન 29 માર્ચથી શરૂ થશે

Divyabhaskar.com

Feb 15, 2020, 10:36 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઈઝ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)એ વેલેન્ટાઈન-ડેના દિવસે ટીમનો નવો લોગો લોન્ચ કર્યો હતો. કેપ્ટન કોહલીએ હિન્દી ફિલ્મના એક જાણીતા ગીતની લાઈન ટ્વીટ કરી હતી. તેણે લખ્યું- 'લોગો' (LOGO)કા કામ હૈ કહેના. RCBનો નવો લોગો જોઈને રોમાંચિત છું. તે અમારી ટીમની બોલ્ડ રમવાની શૈલીને રિપ્રેઝેન્ટ કરે છે. તેમાં ચેલેન્જર્સ સ્પિરિટ છે, જેની સાથે અમારા ખેલાડીઓ મેદાન પર ઉતરે છે. IPL 2020ની રાહ જોઈ રહ્યો છું.

આ પહેલા બેંગ્લોરની ટીમે ટ્વિટર પર એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે, જેની તમે રાહ જોઈ રહ્યા હતા, તે અહીંયા છે. નવો દાયકો, નવી RCB અને નવો લોગો. RCBના ચેરમેન સંજીવ ચૂડીવાલાએ કહ્યું- સિંહની શાહી પરિવારમાં વાપસી થઇ છે. મારુ માનવું છે કે ટૂર્નામેન્ટમાં અમારી નવી ઓળખાણ માટે આ જરૂરી હતું.

મુથુટ સાથે કરાર કર્યાના એક દિવસ પછી સોશિયલ મીડિયામાંથી ફોટો ગાયબ થયા હતા

  • RCBએ તાજેતરમાં મુથુટ ફાઈન કોર્પ સાથે ટાઇટલ સ્પોન્સર તરીકેનો કરાર કર્યો છે. તેમણે મંગળવારે મુથુટ સાથે ત્રણ વર્ષની ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી હેઠળ બેંગ્લોરના ખેલાડીઓ જર્સીની ફ્રન્ટ સાઈડમાં તેમના લોગો સાથે રમતા જોવા મળશે. તેમજ ઘરઆંગણેની મેચોમાં સ્ટેડિયમમાં તેમજ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેમને જગ્યા મળશે.
  • આ કરાર કર્યાના એક દિવસ પછી બેંગ્લોરે તમામ સોશિયલ મીડિયામાંથી ફોટો ડિલીટ કરી દીધા છે. બેંગ્લોરની ટીમ છેલ્લે 2016માં રનરઅપ રહી હતી. તે પછી તેમનો દેખાવ સાધારણ રહ્યો છે. 2017માં ટીમ અંતિમ સ્થાને, 2018માં છઠ્ઠા સ્થાને અને 2019માં ફરી પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે રહી હતી.
X
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો લોગો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો નવો લોગો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી