સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ બુધવારે સવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક જૂનો ફોટો શેર કર્યો હતો. જેમાં સુનિલ ગાવસ્કર, દિલીપ વેંગસકર, સૈયદ કિરમાણી અને શ્રીકાંત તેમજ તેના અન્ય સાથી ખેલાડીઓ નજર આવી રહ્યા છે. ફોટોમાં બધા ખેલાડીઓ શૂટમાં દેખાય છે. અમુક જોડે સામાન પણ છે. આ બ્લેક અને વ્હાઇટ ફોટો શેર કરીને શાસ્ત્રીએ પોતાને 'લાઈટ ટ્રાવેલર' કહ્યો હતો. શાસ્ત્રીએ લખ્યું કે, હું ટીમમાં અન્ય સાથિયોની સરખામણીએ લાઈટ ટ્રાવેલર હતો. શાસ્ત્રીએ પોતાને લાઈટ ટ્રાવેલર કહ્યો કારણકે ફોટોમાં અન્ય ખેલાડીઓ જોડે કંઈકને કંઈક સામાન છે, જયારે શાસ્ત્રી લગેજ વગર ઉભો છે. તેણે પોતાના કેપ્શનમાં #pic #pictureoftheday #backintheday #blackandwhite #oldphotos #instagram જેવા હેશટેગ પણ લગાવ્યા હતા.
શાસ્ત્રી 12 વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો છે
ગયા મહિને ટીમના હેડ કોચ તરીકે શાસ્ત્રીનો કાર્યકાળ 2 વર્ષ માટે વધારવામાં આવ્યો હતો. તે હવે 2021ના ટી-20 વર્લ્ડ કપ સુધી ટીમનો હેડ કોચ રહેશે. તે છેલ્લા 12 વર્ષથી ટીમ સાથે કોઈના કોઈ રૂપે જોડાયેલો છે. 2007માં તે બાંગ્લાદેશ ટૂર દરમિયાન ટીમ મેનેજર હતો. તે પછી 2014થી 2016 દરમિયાન ટીમ ડાયરેક્ટર રહ્યો હતો. 2017થી ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે ફરજ નિભાવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.