ક્રિકેટ / રવિ શાસ્ત્રીએ કહ્યું, 'રોહિત અને વિરાટ વચ્ચે મતભેદના સમાચાર ખોટા, વિચારોમાં અંતર સંભવ છે'

રોહિત શર્મા અને વિરાટ કોહલી.
રોહિત શર્મા અને વિરાટ કોહલી.

  • શાસ્ત્રીએ કહ્યું કે, ટીમમાં 15 ખેલાડીઓ હોય છે, દરેકના વિચાર અલગ-અલગ હોય શકે છે
  • વર્લ્ડ કપ પછી કોહલી અને રોહિત વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા

Divyabhaskar.com

Sep 10, 2019, 05:14 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચેના મતભેદના સમાચારને નકાર્યા હતા. શાસ્ત્રીએ કહ્યું કે, જો ખેલાડીઓ કોઈ વસ્તુમાં અલગ અલગ મત ધરાવતા હોય તો તેને આ રીતે વિવાદ બનાવવો ખોટો છે. એક ટીમ તરીકે બધા ખેલાડીઓ અલગ અલગ વિચારધારા સાથે મેદાને ઉતરે તેનાથી ટીમને ફાયદો જ થાય છે. સારી રણનીતિ ઘડી શકાય છે. શાસ્ત્રીએ વિન્ડીઝમાં મળેલી જીતને ઐતિહાસિક ગણાવી હતી.

'ગલ્ફ ન્યૂઝ'ને આપેલા ઇન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું કે, હું હંમેશા ઇચ્છુ છું કે ટીમના ખેલાડીઓ અલગ-અલગ વિચારો રજૂ કરે. કોઈ ફ્રેશ આઈડિયા લઈને આવે તો તેનાથી ટીમને ફાયદો થાય છે. આ અમારી રણનીતિનો ભાગ છે. ટીમમાં 15 ખેલાડી હોય છે. અમે દરેકનો વિચાર સાંભળ્યા પછી રણનીતિ ઘડીએ છીએ.

વિન્ડીઝમાં જીત મહત્ત્વની છે
તાજેતરમાં ભારતે વિન્ડીઝના પ્રવાસ ટેસ્ટ, વનડે અને ટી-20 ત્રણેય સીરિઝ જીતી હતી. શાસ્ત્રી ટીમના પ્રદર્શનથી ખુશ છે. તેણે કહ્યું કે, વર્લ્ડ કપમાં હારથી ટીમ નિરાશ હતી. તે પછી અમે વિન્ડીઝ ગયા અને ત્રણેય ફોર્મેટમાં જીત મેળવી. યાદ રાખજો વર્લ્ડ કપ પહેલા વિન્ડીઝે પોતાના ઘરઆંગણે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. વિન્ડીઝ સામે તેના ઘરઆંગણે એક પણ મેચ ન હારવી બહુ મોટી વાત છે. મને મારી ટીમ પર ગર્વ છે.

'સપોર્ટ સ્ટાફથી ફાયદો'
શાસ્ત્રીની સાથે જ ભરત અરુણ અને આર શ્રીધરને બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. વિક્રમ રાઠોરને ટીમનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે. તે હજી સુધી ટીમ સાથે જોડાયો નથી. શાસ્ત્રીએ કહ્યું કે, સપોર્ટ સ્ટાફ સાથે ખેલાડીઓને સારી ટ્યુનીંગ છે. તેના કારણે જ ટીમ છેલ્લા 5 વર્ષથી સફળ રહી છે. તેમનાથી ટીમને બહુ ફાયદો થાય છે.

X
રોહિત શર્મા અને વિરાટ કોહલી.રોહિત શર્મા અને વિરાટ કોહલી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી