તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajkot's Hemali Desai Is The Country's First Duckworth Lewis Manager, In A Career Spanning Over 25 Years She Has Played Her Part In 17 Internationals And 100+ Domestic Matches

રાજકોટની હેમાલી દેસાઇ દેશની એકમાત્ર પ્રથમ મહિલા ડકવર્થ લૂઇસ મેનેજર, 25 વર્ષમાં 17 ઈન્ટરનેશનલ અને 100+ ડોમેસ્ટિક મેચમાં સ્કોરર રહી ચૂકી છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
હેમાલી દેસાઈ દેશમાં સૌથી સીનિયર મહિલા સ્કોરર છે.
  • દેશમાં 8 ક્વોલિફાઈડ મહિલા સ્કોરર, જેમાંથી 2 રાજકોટની છે

મનીષ ત્રિવેદી, રાજકોટ: રાજકોટની હેમાલી દેસાઈના ક્રિકેટ સ્કોરર તરીકેના કરિયરને 25 વર્ષ થઈ ચૂક્યા છે. અનુભવી મહિલા સ્કોરર હેમાલીએ 13 માર્ચના રાજકોટમાં પૂર્ણ થયેલી સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચેની રણજી ફાઈનલમાં પણ સ્કોરરની ભૂમિકા ભજવી હતી. 44 વર્ષીય હેમાલી BCCIની સ્કોરિંગ પેનલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) તરફથી છે. તે દેશની એકમાત્ર મહિલા ડકવર્થ લૂઇસ મેનેજર છે. તેમણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 11 વન-ડે. 3 ઈન્ટરનેશનલ ટી-20 અને 2 ટેસ્ટમાં સ્કોરરની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેઓ ઘણી IPL મેચ અને 100થી વધુ ડોમેસ્ટિક મેચમાં પણ સ્કોરરની ભૂમિકા ભજવી ચૂક્યા છે. હેમાલીએ જણાવ્યું કે, ‘1990થી 1995 વચ્ચે સ્કૂલ-કોલેજકાળમાં U-16, વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડીયા યુનિ.ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યા બાદ ક્રિકેટમાં આગળ વધવાની ઇચ્છા હતી. 1994માં સ્ટેટ પેનલ સ્કોરરની પરિક્ષા આપી અને 1997માં BCCI દ્વારા સ્કોરર બનવાની પરિક્ષા આપી. પ્રારંભમાં લાગ્યું કે હું સ્કોરર તરીકે લાંબુ ટકી શકીશ નહિ. પરંતુ હું સફળ થઇ. જેથી 100થી વધુ ડોમેસ્ટીક ટૂર્ના.માં સ્કોરર રહી ચૂકી છું. 2005-06માં યુરો-એશિયા કપમાં પણ સ્કોરર તરીકે કામ કરવાની તક મળી.’


હેમાલીએ આગળ કહ્યું કે, ‘દેશમાં માત્ર 8 જેટલી મહિલા જ કવોલીફાઇડ સ્કોરર છે. તે પૈકી હું અને મારી જૂનિયર સેજલ દવે મહેતા રાજકોટની તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક મેચમાં સ્કોરર તરીકે કામ કરીએ છીએ. સ્કોરરની ભૂમિકા બાદ 2 વર્ષ અગાઉ ‌BCCIએ ડકવર્થ લૂઇસ મેનેજરની જવાબદારી સોંપી, ડીએલ મેનેજર તરીકે 2 વન ડે અને 3 ટી-20માં સેવા આપી છે.’

હરભજન પણ આશ્ચર્યચક્તિ થયો હતો
રણજીની 2015ની સિઝનમાં સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચેની મેચ રાજકોટમાં રમાઈ હતી. જેમાં હેમાલી દેસાઇ અને સેજલ દવે મહેતા સ્કોરર હતી. આ સમયે પંજાબનો કેપ્ટન હરભજન સ્કોર જાણવા માટે સ્કોરર રૂમમાં પહોંચ્યો જ્યાં તે બંને મહિલા સ્કોરરને જોઇ આશ્ચર્યચક્તિ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો