તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rahul Dravid Turns 47, BCCI Sends Greetings By Sharing A Video Of His Best One day Innings

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહુલ દ્રવિડ 47 વર્ષના થયા, BCCIએ તેમની સર્વશ્રેષ્ઠ વનડે ઇનિંગ્સનો વીડિયો શેર કરીને શુભકામના પાઠવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ દ્રવિડ. -ફાઈલ ફોટો - Divya Bhaskar
રાહુલ દ્રવિડ. -ફાઈલ ફોટો
  • દ્રવિડનો જન્મ 11 જાન્યુઆરી 1973ના રોજ ઇન્દોરમાં થયો હતો
  • એપ્રિલ 1996માં શ્રીલંકા સામે પ્રથમ વનડે રમ્યા હતા

સ્પોર્ટ્સ ડેસ્ક: પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ શનિવાર (11 જાન્યુઆરી)એ 47 વર્ષના થયા છે. આ અવસર પર ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ તેમજ ફેન્સે સોશિયલ મીડિયા પર તેમને શુભકામના પાઠવી હતી. BCCIએ તેમની સર્વશ્રેષ્ઠ વનડે ઇનિંગ્સનો એક વીડિયો શેર કર્યો હતો. દ્રવિડે આ ઇનિંગ્સ 8 નવેમ્બર 1999ના રોજ હૈદરાબાદ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં તેમણે 153 રન કર્યા હતા. બોર્ડ ઉપરાંત વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સહેવાગ, મોહમ્મદ કેફ, હરભજન સિંહ, અજિંક્ય રહાણે અને કોમેન્ટેટર હર્ષા ભોગલેએ પણ અભિનંદન આપ્યા હતા.


દ્રવિડે 1996માં ડેબ્યુ કર્યું હતું અને લગભગ 15 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા હતા. જે દરમિયાન તેમણે 164 ટેસ્ટ, 344 વનડે અને 1 T-20 રમી હતી. તે સચિન તેંડુલકર પછી ટેસ્ટ અને વનડેમાં 10 હજાર રન કરનાર બીજા ભારતીય બન્યા હતા. તેમને ધ વોલ અને મિસ્ટર ડિપેન્ડેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે માર્ચ 2012માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રિટાયરમેન્ટ પછી ભારત-A અને અંડર-19ના કોચ તરીકે જવાબદારી સંભાળી. અત્યારે તે નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યો છે.


દ્રવિડના નામે સૌથી વધુ બોલ રમવાનો રેકોર્ડ છે
ટેસ્ટ ક્રિકેટમાં દ્રવિડના નામે સૌથી વધુ 31,258 બોલ રમવાનો રેકોર્ડ છે. સચિન 29, 437 સાથે બીજા નંબરે છે. ક્રિઝ પર સૌથી વધુ 44,152 મિનિટ (લગભગ 736 કલાક)નો રેકોર્ડ પણ દ્રવિડના નામે છે. તેમજ ટેસ્ટમાં નોન વિકેટકીપર તરીકે સૌથી વધુ 210 કેચ પણ પકડ્યા છે.

મેચરનએવરેજસર્વશ્રેષ્ઠ50100
ટેસ્ટ16413,28852.312706336
વનડે34410,88939.161538312
T20I013131310000

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો