ક્રિકેટ / પ્રવીણ તાંબે IPLમાં રમી શકશે નહીં, T-10 લીગમાં રમતા ટૂર્નામેન્ટમાં રમવા ડિસ્ક્વોલિફાય થયો

તાંબેએ 2014માં રાજસ્થાન રોયલ્સ માટે 15 વિકેટ લીધી હતી.
તાંબેએ 2014માં રાજસ્થાન રોયલ્સ માટે 15 વિકેટ લીધી હતી.

  • BCCIની પોલિસી અનુસાર કોઈપણ ખેલાડી નિવૃત્તિ લીધા વગર વિદેશી લીગમાં રમી શકે નહીં
  • 48 વર્ષીય તાંબેને IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો હતો

Divyabhaskar.com

Jan 13, 2020, 03:37 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પિનર પ્રવીણ તાંબે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભાગ લઇ શકશે નહીં. BCCIની પોલિસી પ્રમાણે કોઈપણ ખેલાડી નિવૃત્તિ લીધા વગર વિદેશી લીગમાં રમી શકે નહીં. તાંબે તાજેતરમાં દુબઇ અને શારજાહ ખાતે T-10 લીગમાં રમ્યો હતો. IPLના નવા ચેરમેન બ્રિજેશ પટેલે આ વાતને કંફર્મ કરી હતી.

48 વર્ષીય તાંબેને IPL ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 20 લાખમાં ખરીદ્યો હતો. તે હરાજીમાં વેચાયા હોય તેવાખેલાડીઓ ની સૂચિમાં સૌથી વૃદ્ધ ખેલાડી બન્યો હતો. તેણે 2013થી 2016 દરમિયાન 33 મેચમાં 28 વિકેટ લીધી હતી. તે રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો છે. કોલકાતા હવે તાંબેની જગ્યાએ રિપ્લેસમેન્ટની માંગ કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

X
તાંબેએ 2014માં રાજસ્થાન રોયલ્સ માટે 15 વિકેટ લીધી હતી.તાંબેએ 2014માં રાજસ્થાન રોયલ્સ માટે 15 વિકેટ લીધી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી