તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલ સિમન્સને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફિલ સિમન્સ આગામી ચાર વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ફરજ નિભાવશે. - Divya Bhaskar
ફિલ સિમન્સ આગામી ચાર વર્ષ સુધી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે ફરજ નિભાવશે.

સ્પોર્ટ્સ ડેસ્ક: ફિલ સિમન્સને વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ પણ વિન્ડીઝના કોચ રહી ચૂક્યા છે, પરંતુ 2016માં કેરેબિયન દેશે બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીત્યો તે પછી તેમને કલચરલ મતભેદનું કારણ બતાવવીને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પછી તેમની ફરી કોચ પદે વાપસી થઇ છે. વિન્ડીઝ ક્રિકેટ બોર્ડે તેમના પૂર્વ ઓલરાઉન્ડર સાથે આ વખતે ચાર વર્ષનો કરાર કર્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ પછી સિમન્સે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ તરીકે ફરજ નિભાવી હતી. તેમના કોચિંગ હેઠળ અફઘાનિસ્તાન પહેલી વાર વર્લ્ડ કપમાં ક્વોલિફાય થયું હતું. તેમજ તાજેતરમાં તેમના કોચિંગ હેઠળ જ બાર્બાડોસ ટ્રાઇડન્ટસ કેરેબિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બન્યું હતું. વેસ્ટ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ રિકી સ્કેરીતે કહ્યું હતું કે, "અમે ત્રણ વર્ષ પહેલા કરેલી ભૂલને સુધારી છે. તેમજ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. અમને ખાતરી છે કે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ અહિયાંથી સાચી દિશામાં આગળ વધશે."

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો