ક્રિકેટ / પાકિસ્તાન એક ઇનિંગ્સ અને 48 રને હાર્યું, ઓસ્ટ્રેલિયામાં સતત 14મી ટેસ્ટ ગુમાવી

બાબર આઝમને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો હેઝલવુડ.
બાબર આઝમને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો હેઝલવુડ.

 • કાંગારુંએ 2-0થી સીરિઝ પોતાના નામે કરી, પાક સામે ઘરઆંગણે સતત પાંચમી સીરિઝ જીતી
 • મેચમાં 335* અને સીરિઝમાં 489 રન કરનાર વોર્નર પ્લેયર ઓફ ધ મેચ અને સીરિઝ બન્યો
 • પાકિસ્તાન ઘરથી બહાર સતત છઠ્ઠી ટેસ્ટ હાર્યું, બીજી ઇનિંગ્સમાં લાયને પાંચ વિકેટ ઝડપી
 • ઓસ્ટ્રેલિયા 589/3 ડિક્લેર, જવાબમાં પાકિસ્તાન 302 અને 239 રનમાં ઓલઆઉટ

Divyabhaskar.com

Dec 02, 2019, 03:58 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાએ સોમવારે પાકિસ્તાનને એડિલેડ ખાતેની ડે-નાઈટ ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને 48 રને હરાવીને 2-0થી સીરિઝ પોતાના નામે કરી હતી. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયામાં સતત 14મી ટેસ્ટ મેચ ગુમાવી હતી. તેઓ 1999થી ઓસ્ટ્રેલિયામાં બધી સીરિઝ હાર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 287 રનની લીડ મેળવતા ફોલોઓન કર્યું હતું અને પાકિસ્તાનના બેટ્સમેને બીજા દાવમાં પણ નિરાશ કર્યા હતા. તેમની બીજી ઇનિંગ્સ 239 રનમાં સમાપ્ત થઇ હતી. નેથન લાયને 5, જોશ હેઝલવુડે 3 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી હતી.

વોર્નર પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો
મેચમાં અણનમ 335 રનની ઇનિંગ્સ રમનાર ઓપનર ડેવિડ વોર્નર મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. તેણે સીરિઝની બે ઇનિંગ્સમાં 489 રન કર્યા હતા. પાકિસ્તાન ઘરની બહાર સતત છઠ્ઠી ટેસ્ટ હાર્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 2019માં ઘરઆંગણે ભારત સામેની મેચ ગુમાવ્યા પછી બાકીની ચારેય મેચમાં જીત મેળવી છે.

ઓસ્ટ્રેલિયામાં- ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન (1999થી)

 • 1999 - ઓસ્ટ્રેલિયા જીત્યું 3-0
 • 2004 - ઓસ્ટ્રેલિયા જીત્યું 3-0
 • 2009 - ઓસ્ટ્રેલિયા જીત્યું 3-0
 • 2016 - ઓસ્ટ્રેલિયા જીત્યું 3-0
 • 2019 - ઓસ્ટ્રેલિયા જીત્યું 2-0
X
બાબર આઝમને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો હેઝલવુડ.બાબર આઝમને આઉટ કર્યા પછી સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો હેઝલવુડ.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી