ક્રિકેટ / વર્લ્ડકપ ફાઇનલમાં બેન સ્ટોક્સને ઓવરથ્રોના જે 6 રન મળ્યા હતા તેનો રિવ્યુ સપ્ટેમ્બરમાં થશે

Overthrow involving Ben Stokes and Martin Guptill to be reviewed in September

  • મેરિલબોન ક્રિકેટ ક્લબે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું હતું કે, વર્લ્ડ ક્રિકેટ કમિટીએ ઓવરથ્રો સંબંધિત લો 19.8 ડિસ્ક્સ કર્યો હતો
  • તેમના અનુસાર લો એકદમ સ્પષ્ટ છે અને તેમાં કોઈ વાંધો નથી, પરંતુ વર્લ્ડકપની ફાઇનલમાં જે ઘટના બની તેનો રિવ્યુ કરવામાં આવશે

Divyabhaskar.com

Aug 13, 2019, 12:40 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 2019ના વર્લ્ડકપની ફાઇનલમાં મેચમાં ટાઈ પડી હતી. તે પછી સુપર ઓવરમાં પણ ટાઈ પડતા વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. તે મેચની છેલ્લી ઓવરમાં માર્ટિન ગુપ્ટિલે થ્રો કર્યો હતો અને બોલ બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર ગયો હતો. ઇંગ્લેન્ડને 6 રન મળ્યા હતા, જે તેમને મેચ ટાઈ તરફ લઈ જવામાં નિર્ણાયક સાબિત થયા હતા. ક્રિકેટના નિયમોનું ધ્યાન રાખનાર અને તેમાં ફેરફાર કરનાર મેરિલબોન ક્રિકેટ ક્લબે સોમવારે કહ્યું હતું કે તે ઓવરથ્રોનું સપ્ટેમ્બરમાં રિવ્યુ થશે.

મેરિલબોન ક્રિકેટ ક્લબે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું હતું કે, વર્લ્ડ ક્રિકેટ કમિટીએ ઓવરથ્રો સંબંધિત લો 19.8 ડિસ્ક્સ કર્યો હતો. તેમના અનુસાર લો એકદમ સ્પષ્ટ છે અને તેમાં કોઈ પણ વાંધો નથી, પરંતુ વર્લ્ડકપની ફાઇનલમાં જે ઘટના બની તેનો રિવ્યુ કરવામાં આવશે.

241 રનચેઝ કરતા ઇંગ્લેન્ડને 3 બોલમાં 9 રનની જરુર હતી ત્યારે ગુપ્ટિલનો થ્રો સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર ગયો હતો. અમ્પાયર્સ કુમાર ધર્મસેના અને મરાઈ ઈરસમસે ઇંગ્લેન્ડને 6 રન આપ્યા હતા. 2 દોડવાના અને 4 ઓવરથ્રોના. વર્લ્ડ ક્રિકેટ કમિટી રવિવારે અને સોમવારે લોર્ડ્સ ખાતે મળી હતી. ચેરમેન માઈક ગેટિંગની આગેવાનીમાં તેમણે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. ભારતનો પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જે આ કમિટીનો ભાગ છે તે હાજર ન હતો.

X
Overthrow involving Ben Stokes and Martin Guptill to be reviewed in September
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી