નિવેદન / કોહલીએ કહ્યું- અમારી ટીમ વર્લ્ડમાં કોઈપણ જગ્યાએ કોઈને પણ પડકાર આપવા સક્ષમ છે

કોહલીના નેતૃત્વમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડેની સીરિઝ રમશે.

  • ભારતીય ટીમ 14 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે પહેલી વનડે રમશે
  • ડે-નાઈટ ટેસ્ટ અંગે કોહલીએ કહ્યું- આ કોઈપણ ટેસ્ટ સીરિઝની આ એક ખાસ વાત બની ગઈ છે

Divyabhaskar.com

Jan 13, 2020, 04:25 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: વિરાટ કોહલીએ સોમવારે મુંબઈમાં કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં ક્યાયપણ કોઈની પણ સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં કોહલીએ કહ્યું કે, અમારી ટીમ બધા ફોર્મેટમાં સારું રમે છે. સફેદ બોલ હોય, કે લાલ કે પિન્ક. ભારતીય ટીમ 14 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડેની સીરિઝ ર,રમશે. પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

કોહલીએ ડે-નાઈટ ટેસ્ટ વિશે કહ્યું કે, અમે ભારતમાં ડે-નાઈટ ટેસ્ટ રમ્યા છીએ. અમે તે મેચમાં જે રીતે રમ્યા તેનાથી ખુશ છીએ. ડે-નાઈટ મેચ ટેસ્ટ સીરિઝની ખાસિયત બની ગઈ છે. અમે તે રમવાના પડકાર માટે તૈયાર છીએ.

ભારતે ગયા અઠવાડિયે શ્રીલંકાને હરાવ્યું
ભારતીય ટીમ સારા ફોર્મમાં છે. તેણે ગયા અઠવાડિયે શ્રીલંકાને ત્રણ T-20ની સીરિઝમાં 2-0થી હરાવ્યું હતું. એક મેચ વરસાદના લીધે રદ થઇ હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ પણ મજબૂત છે. એક વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતને ભારતમાં 3-2થી હરાવ્યું હતું.

ત્રણ વનડેનું શેડ્યુલ:
14 જાન્યુઆરી : પ્રથમ વનડે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગે શરૂ થશે.
17 જાન્યુઆરી : બીજી વનડે સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ રાજકોટમાં બપોરે 1:30 વાગે શરૂ થશે.
19 જાન્યુઆરી: ત્રીજી વનડે બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 1:30 વાગે શરૂ થશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી